182 સભ્યોની 15મી વિધાનસભામાં એક માત્ર મુસ્લિમ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા


  • Published By :
  • Published Date : 2022-12-11 12:42:42

ગુજરાત વિધાનલભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ અનેક જાતિઓનું પ્રતિનિધિત્વ ઘટી ગયું છે. તેમાં પણ લધુમતિ સમુદાયનું પ્રતિનિધિત્વ ઘટીને માત્ર એક સીટનું રહી ગયું છે. 15મી વિધાનસભા માટે 230 મુસ્લિમ ઉમેદવારૌ 73 બેઠકો માટે ચૂંટણી લડી રહ્યા હતા પણ તેમાં માત્ર એક જ જમાલપુર-ખાડીયાથી એક ઉમેદવાર જીતવામાં સફળ રહ્યા છે.


કોંગ્રેસે આપી હતી સૌથી વધુ ટિકિટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે આ વખતે સૌથી વધુ 6 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જો કે સામે  મુસ્લિમ પાર્ટી મનાતી  AIMIMએ પણ લઘુમતી બહુમતી ધરાવતી સીટો પર મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખતા મુસ્લિમોના મત વહેંચાઈ ગયા હતા. જેના કારણે અમદાવાદની એક સીટ જમાલપુર-ખાડીયાથી ઈમરાન ખેડાવાલાનો વિજય થયો હતો. જ્યારે દરિયાપુર સીટ પરથી ગ્યાસુદ્દીન શેખ અને વાંકાનેરથી મોહમ્મદ પીરઝાદાનો હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.


ઈમરાન ખેડાવાલાની શા માટે જીત્યા


જમાલપુર-ખાડિયા સીટ મુસ્લિમોની બહુમતી ધરાવે છે, આ સીટ પર 61 ટકા મુસ્લિમ મતદારો છે. ઈમરાન ખેડાવાલાની  તેમના નજીકના પ્રતિસ્પર્ધી ભાજપના ભૂષણ ભટ્ટ સામે 13,658 મતથી જીત થઈ છે. જ્યારે AIMIMના સાબિર કાબલીવાલાને માત્ર 15,655 મત મળ્યા હતા. ઈમરાન ખેડાવાલા છીપા સમુદાયમાંથી આવતા હોવાથી તેમને મોટા પ્રમાણમાં આ સમુદાયનું સમર્થન પ્રાપ્ત છે. જમાલપુર-ખાડિયામાં 30,000થી વધુ  છીપા સમુદાયના મતદારો છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે