ચૂંટણીને લઈ પોલીસ એક્સનમાં, 390ની PASA હેઠળ અટકાયત, જેલમાં રહીને કરશે મતદાન


  • Published By :
  • Published Date : 2022-11-24 18:38:32

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી શાંતિપુર્વક સંપન્ન થાય તે માટે પોલીસ એક્સનમાં આવી છે. પોલીસે ચૂંટણી માટે આડખીલીરૂપ અસમાજીક તત્વોની PASA હેઠળ અટકાયત કરી છે. રાજ્ય પોલીસેની અસામાજિક પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (PASA) હેઠળ  390 લોકોની અટકાયત કરી છે.


PASA અટકાયતીઓમાં 9 મહિલાઓ


પોલીસે મંગળવાર સાંજ સુધીમાં, જેલોમાં PASA હેઠળ 381 પુરૂષો અને નવ મહિલાઓ સહિત 390 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. અટકાયતીઓમાંના એક 40 વર્ષીય અબ્દુલ કાદિર મહેબૂબ સૈયદે તો સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયાના ઉમેદવાર તરીકે નવસારી મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું હતું. જે હાલમાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે. જોકે, ભારતના ચૂંટણી પંચ (ECI)ની વેબસાઈટ અનુસાર, તેમનું ફોર્મ નકારી કાઢવામાં આવ્યું હતું.


કેદીઓના મતદાન માટે ખાસ વ્યવસ્થા


અટકાયતમાં લેવાયેલા આ 390 વ્યક્તિઓના મતદાન માટે પણ ખાસ તૈયારી કરવામાં આવી છે. સામાન્ય જનતા માટે 1 ડિસેમ્બરના રોજ પ્રથમ રાઉન્ડના મતદાન પહેલા એટલે કે આવતા અઠવાડિયે જેલોમાં મતદાન થવાની સંભાવના છે.  જો આ અટકાયતીઓ આવતા અઠવાડિયા સુધી જેલના સળિયા પાછળ રહેશે તો તેઓ તેમનો મત જેલમાં જ આપશે. 


કેદીઓના મતદાનની પ્રક્રિયા શું છે?


કેદીઓ મતદાન કરી શકે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વિભાગના અધિકારીઓએ કહ્યું કે પ્રક્રિયા અનુસાર, અટકાયતીઓના નામ તેમના નામ અને મતદારક્ષેત્ર સાથે ECIને મોકલવામાં આવે છે. “ચકાસણી પછી, ECI સીલબંધ પોસ્ટલ બેલેટ જારી કરે છે જે અટકાયતીઓને આપવામાં આવે છે. તેઓ પસંદ કરેલા ઉમેદવારના નામ અને ચિહ્ન પર ટિક કરે છે ત્યારબાદ પરબિડીયું ફરીથી સીલ કરવામાં આવે છે અને રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવે છે, ”એક અધિકારીએ જણાવ્યું હતું. “જ્યારે મતગણતરી શરૂ થાય છે ત્યારે આ મતપત્રો સૌથી પહેલા ગોઠવવામાં આવે છે."



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.