રાજકીય પક્ષોને સતાવી રહ્યો છે ચૂંટણી બહિષ્કારનો ભય, અનેક ગામોમાં લાગ્યા 'કામ નહીં તો વોટ નહીં'ના બેનર


  • Published By :
  • Published Date : 2022-11-25 20:45:54


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે અને રાજકીય પક્ષોના નેતાઓ, ઉમેદવારો અને કાર્યકરો મતદારોને રિઝવવા માટે તમામ પર્યત્નો કરી રહ્યા છે. રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા ગામેગામ સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે ઘણી જગ્યાએ જનતા વિરોધ નોંધાવી રહી છે, કોઈ નેતાઓને આડેહાથ લઈને, તો કોઈ ચૂંટણી બહિષ્કાર કરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે., રાજ્યના અસંખ્ય ગામો અને શહેરોની સોસાયટીઓએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. લોકોને પાયાની સુવિધાઓ પણ ન મળતા આક્રોસ હોય તે સ્વાભાવિક છે. રાજ્યના અનેક ગામોમાં  ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો અને બેનરો લગાવવામાં આવ્યા છે. ગામ લોકોએ ચૂંટણી પ્રચાર માટે આવતા રાજકારણીઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે.  


શા માટે ચૂંટણી બહિષ્કાર?


લોકો તેમની વિવિધ માગણીઓ, સમસ્યાઓ માટે સરકારી કચેરીઓના ધક્કા ખાતા હોય છે. જો કે તેમની વાત કોઈ સાંભળતું નથી. લોકોની મુખ્ય સમસ્યાઓ જેવી કે બેરોજગારી, મોંઘવારી, બિસ્માર સ્કૂલો, બેફામ દારૂનું વેચાણ, પીવાનું પાણી, ઉદ્યોગોનું ઝેરી પાણી, ઉભરાતી ગટરો, તુટેલા રસ્તા,પુલ, આવાસ, સિંચાઈ માટે પાણી, ખેતી માટે વીજળી, સ્ટ્રીટ લાઈટ, એસટી બસ, ટ્રેન સ્ટોપેજ સહિતની માળખાગત અને પાયાની સુવિધાના અભાવે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.


રાજ્યના આ ગામોએ કરી ચૂંટણી બહિષ્કારની જાહેરાત


સંખેડાના ગુંડેર ગામના ગ્રામજનોનોએ ઉચ્છ નદી ઉપર છલિયું ન બનાવાતા ચૂંટણી બહિષ્કારનો કર્યો નિર્ણય


આણંદ શહેરની સાતેક જેટલી સોસાયટીઓના 1500 જેટલા મતદારોએ સોસાયટી બહાર ચૂંટણી બહિષ્કારના સૂચક બેનરો લગાવ્યા 


ભાલ પંથકના ખંભાત, તારાપુર , માતર અને ખેડા તાલુકાના 80 ગામોએ સિંચાઇના પાણી પ્રશ્ને ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી 


પેટલાદ તાલુકાના કણીયાના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. ગામમાં પ્રવેશવાના સ્થળોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવામાં આવ્યા


વડોદરાના રાવપુરા અને કારેલીબાગની વિસ્તારમાં 'નો વોટ'ના બેનરો લાગ્યા છે. કારેલીબાગની 10 સોસાયટીઓમાં વોટ નહીના આવા બેનરો લગાવામાં આવ્યો છે. વિસ્તારમાં આવેલું શાક માર્કેટ અન્ય સ્થળે ખસેડવા સ્થાનિકોની માગ કરી રહ્યા છે. શાક માર્કેટના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


નવસારીના વાંસદા તાલુકાના વાટી ગામેના ગ્રામજનોએ પુલ નહીં તો મત નહીંના બેનરો લગાવ્યા છે.


અમદાવાદની ઓઢવ GIDCમાં હાઉસિંગ સોસાયટીમાં ચૂંટણીનો બહિષ્કારનો સૂર ઉઠ્યો છે. 


અરવલ્લીના બાયડમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ચેહવાના મુવાડાના ગ્રામજનોએ રોડ નહીં તો મત નહીંના બેનરો લગાવ્યા છે. 


અમદાવાદની ઓઢવ GIDCમાં હાઉસિંગ સોસાયટીમાં ચૂંટણીનો બહિષ્કારનો સૂર ઉઠ્યો છે.  વર્ષોથી વણઉકેલાયા પડતર પ્રશ્નોને લઇને લોકોની ધીરજ ખૂંટી હતી અને તમામ લોકોએ એક સંપ થઇને સોસાયટી બહાર મતદાન બહિષ્કારના બોર્ડ લગાવી દિધા


અરવલ્લીના બાયડમાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ચેહવાના મુવાડાના ગ્રામજનોએ રોડ નહીં તો મત નહીંના બેનરો લગાવ્યા છે. 


સાબરકાંઠાના પેઢમાલામાં પણ લોકોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામલોકોએ વિવિધ માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરી બેનરો લગાવ્યા 


સુરેન્દ્રનગરના બામણબોરની કેમિકલ કંપનીએ ઝેરી પાણી છોડતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો, ચૂંટણીનો બહિષ્કાર 


ભાવનગર નજીકના શામપરા ગામે છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોએ તેમની માંગણીઓ તંત્રને રજૂ કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગામ લોકોએ વિશાળ સંખ્યામાં એકઠા થઈ ચૂંટણી બહિષ્કારની ચમકી ઉચ્ચારી છે, 


મોરબીનાં બોરીયા પાટી વાડી વિસ્તારના સારી સુવિધા મળી રહી નથી જેથી લોકોને હેરાન થવું પડે છે માટે હાલમાં ત્યાંના લોકોએ ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે 


કોડીનાર કોડીનાર વેરાવળ હાઇવે રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક સહિત ત્રણ જેટલી સોસાયટીઓમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈ રોડ કે રસ્તા કે ગટર કે સ્ટ્રીટ લાઈટ ના કામો કરવામાં ન આવતા કર્યો ચૂંટણીનો બહિષ્કાર


હળવદમાં સુનિલ નગરનાં રહીશોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર, પાયાની સુવિધા આપવામાં પણ સરકાર નિષ્ફળ


ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક હેઠળ આવતા શામપરા  (સીદસર) ગામમાં જોવા મળ્યુ હતું. પડતર પ્રશ્ને લોકોએ રેલી કાઢી હતી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે. 

 

બારડોલી તાલુકાનાં રાજપુરા લુંભા ગામના હળપતિ સમાજના ભૂમિહીન ખેતમજૂરોને આવાસ બનાવવા માટે જમીન ફાળવણી અંગે વારંવાર રજૂઆત છતાં માગ પૂરી નહીં થતાં ગ્રામજનોએ આગામી વિધાનસભાની સ્વયંભુ મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય 


જામનગરના નવાગામ (ઘેડ) શ્રીરામ ચોકમાં આજે ચૂંટણી બહિષ્કાર અને મતદાન બહિષ્કારના બેનરો લાગતાં રાજકીય પાર્ટીમાં દોડધામ થઈ છે.


પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજાવાડાના ગ્રામજનોને રવિ સીઝનમાં સિંચાઈ માટે પાણી ન મળતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

 

અંચેલી રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. હવે આ લોકો આ સ્ટેશન પર લોકલ ટ્રેનની સેવા પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. 'નો ટ્રેન, નો વોટ' નાં પોસ્ટરો લાગ્યાં. 


રાવળીયાવદર ગામના ગ્રામજનોએ મતદાનનો કર્યો બહિષ્કાર, પાણી નહીં તો વોટ નહીં


અમદાવાદ જિલ્લા હેઠળ આવતી ધંધુકા વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પાંચ ગામના ખેડૂતોએ ચીમકી આપી છે.  ખસ, બગડ, ચાચરીયા, અળવ, પાણવી વગેરે ગામના ખેડૂતોએ વારંવાર રજુઆત કરી છતા સરકારે કોઈ યોગ્ય પગલા નહી લેતા નારાજગી ફેલાઈ છે.


વિરમગામ શહેરના જુના ગોળપીઠા વોર્ડ-૨ વિસ્તારમાં માળખાગત પાયાની સુવિધાના અભાવે ચૂંટણી બહિષ્કારના બેનર

 

બાલાસિનોર તાલુકાના રૈયોલીના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી, અસુવિધાને કારણે ગામમાં રોજગારીની તકો મળતી નથી


સાવરકુંડલાનાં જીરા ગામના ગ્રામજનોએ શેત્રુજી નદી માંથી રેતી ચોરીની ઘટનાઓ અને ગૌચરની જમીનો પર દેશી દારૂના દૂષણ મુદ્દે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં મતદાનના બહિષ્કારનો નિર્ણય જાહેર કર્યો


અમદાવાદ નજીકના નાના ચિલોડા ગામના લોકોએ પણ બિસ્માર સ્કૂલો, પીવાનું ગંદુ પાણી સહિતના મુદ્દે ચૂંટણી બહિષ્કાર કર્યો છે. 



દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.

ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ભરૂચ લોકસભા બેઠકની ચર્ચા થતી હોય છે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા આ બેઠકના ઉમેદવાર છે જ્યારે છોટુ વસાવાની પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.