ત્યાગ-આત્મકલ્યાણ ભુલાયું, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 4 ધર્મગુરૂઓ મેદાને


  • Published By :
  • Published Date : 2022-11-25 12:54:23

રાજકીય વર્ગ અને આધ્યાત્મિક ગુરુઓ વચ્ચેનો સહજીવન સંબંધ ચોક્કસપણે દેશના જાહેર જીવનમાં નવો પક્ષોના રાજકારણીઓના સલાહકાર રહ્યા છે, અને મુખ્યમંત્રીઓ અને સંસદ સભ્યોના રૂપમાં જનપ્રતિનિધિઓ પણ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચાર સાધુઓએ પણ ઝંપલાવ્યું છે. ભાજપે બે સાધુ જ્યારે ઓછી જાણીતી પાર્ટી ગુજરાત નવનિર્માણ સેનાએ બે સાધુ-મહંતોને પણ મેદાને ઉતાર્યા છે. 


શંભુપ્રસાદ ટુંડિયા-ગઢડા સીટ 


શંભુપ્રસાદ ટુંડિયા, જેમને ભાજપે ગઢડા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે, તેઓ અમદાવાદ જિલ્લાના ઝાંઝરકા ગામના સંત શ્રી સવૈયાનાથ સમાધિ સંસ્થાનના ‘મહંત’ છે. ગઢડા બેઠક માટે ટુંડિયાનો મુકાબલો જગદીશ ચાવડા સામે છે. ટુંડિયાએ 2007 થી 2012 સુધી ભાજપની ટિકિટ પર દસાડા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું અને પછીથી 2014 થી 2020 સુધી ભાજપના રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ભાજપના આત્મારામ પરમાર 2020 માં ગઢડાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારુએ રાજીનામું આપ્યા પછી પેટાચૂંટણી યોજાઈ ત્યારે તે જીતી ગયા હતા.


ડી કે સ્વામી-જંબુસર


ભરૂચ જિલ્લાની જંબુસર બેઠક પર પણ ભાજપે અન્ય એક સાધુને મેદાનમાં ઉતાર્યા છે. 50 વર્ષીય દેવકિશોરદાસજી સ્વામી કે જેઓ ડી કે સ્વામી તરીકે જાણીતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના આ સાધુ ડી કે સ્વામી ભરૂચ જિલ્લાના આમોદ ખાતે નાહીયર સ્વામિનારાયણ ગુરુકુળમાં રહે છે. કોંગ્રેસે આ બેઠક માટે વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીને ટિકિટ આપી છે.


શિવાનંદ સ્વામી-ચાણસ્મા,  દેવેન્દ્ર કુમાર સાધુ-રાધનપુર સીટ


રાજ્યમાં નવી જ લોન્ચ થયેલી પાર્ટી ગુજરાત નવનિર્માણ સેનાએ ઉત્તર ગુજરાતની ચાણસ્મા અને રાધનપુર વિધાનસભા બેઠકો માટે સાધુઓને તેના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. શિવાનંદ સ્વામી ચાણસ્મા તથા દેવેન્દ્ર કુમાર સાધુ પણ રાધનપુર સીટ માટે ગુજરાત નવનિર્માણ સેનાના ઉમેદવાર છે. હાલ ચાણસ્મા બેઠક ભાજપ પાસે છે, જ્યારે કોંગ્રેસના રઘુ દેસાઈ રાધનપુરના વર્તમાન ધારાસભ્ય છે, જેમણે 2019ની પેટાચૂંટણીમાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોરને હરાવ્યા હતા.



અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપે હસમુખ પટેલને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત હિંમતસિંહ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આગામી પાંચ વર્ષ દરમિયાન તેઓ પોતાના મતવિસ્તારમાં શું કામ કરશે તે સવાલ જમાવટની ટીમ દ્વારા પૂછવામાં આવ્યો હતો.

જમાવટની ટીમે સુરતમાં બનેલી ઘટનાને લઈ તેમજ નિલેશ કુંભાણીને લઈ આપ નેતા ગોપાલ ઈટાલિયા સાથે ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હર્ષ સંઘવી પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ હર્ષ સંઘવી બેઠકો કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે ગયા હતા ત્યારે ભાજપના મહેસાણાના ઉમેદવાર તેમજ કોંગ્રસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડા પણ ભુવાજીના શરણે જોવા મળ્યા હતા.