પ્રથમ તબક્કાની 89 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં 60%થી વધુ મતદાન


  • Published By :
  • Published Date : 2022-12-01 18:32:24

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાની ચૂંટણીનું મતદાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર પૂર્ણ થઈ ગયું છે. સવારે 8 વાગ્યે શરૂ થયેલા મતદાનમાં સવારથી જ અનેક બેઠકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. સાંજે 5 વાગ્યા સુધીમાં આ બેઠકો પર સરેરાશ 60%થી વધુ મતદાન થયું છે.


11 મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ


રાજ્યની આ બેઠકો પર સરકારના હાઈપ્રોફાઇલ સહિતના 11 મંત્રીઓ અને ‘AAP’ તથા કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. સૌરાષ્ટ્રમાં મતદાન ધીમુ હોવાના સંકેત મળ્યા છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત, નર્મદા, તાપી, ભરુચ સહિતના વિસ્તારોના મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતમાં આજે સવારથી જ મતદાન મથકો પર લાંબી કતાર જોવા મળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોમાં ગત ચૂંટણીમાં જે રીતે જબરા અપસેટ સર્જાયા હતા તે જોતા આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના જીવ તાળવે છે. કુલ 452 ઉમેદવારો આ ક્ષેત્રમાં હાલ મેદાનમાં છે અને તેમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન થયું છે. તેમાં પણ નિઝરમાં સૌથી વધુ 77.87 ટકા જ્યારે 89માંથી 6 બેઠકો પર 70 ટકાથી વધુ મતદાન થયું છે.


788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં


પ્રથમ તબક્કામાં 39 રાજકીય પાર્ટીના 788 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જે પૈકી 718 પુરુષ ઉમેદવાર અને 70 મહિલા ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થઈ જશે. 1 ડિસેમ્બરે મતદાન માટે 25,430 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યાં છે. જે પૈકી 9014 શહેરી વિસ્તાર અને 16,416 ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. જો પ્રથમ તબક્કામાં કુલ મતદારોના આંકડાની વિગત જોઈએ તો, કુલ 2,39,76, 670 મતદારો નોંધાયા છે. જે પૈકી 1,24,33,362 પુરુષ મતદારો અને 1,1,5,42,811 મહિલા મતદારો છે.


આ સીટો પર દિગ્ગજો મેદાને 


પ્રથમ તબક્કાની કેટલીક સીટો પર દિગ્ગજો ચૂંટણી લડી રહ્યા છે. જામનગર બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા, જસદણ વિધાનસભા બેઠક પર કુંવરજી બાવળિયા, મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા, ખંભાળિયા બેઠક પર આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, વરાછા વિધાનસભા બેઠક પર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને કતારગામ બેઠક પરથી પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પોતાની કિસ્મત અજમાવી રહ્યાં છે.



જિલ્લો-મતદાનની ટકાવારી

અમરેલી જિલ્લાનું સરેરાશ મતદાન – 52.73 ટકા

ભરૂચ જિલ્લાનું સરેરાશ મતદાન – 63.08 ટકા

ભાવનગર જિલ્લાનું સરેરાશ મતદાન – 51.34 ટકા

બોટાદ જિલ્લાનું સરેરાશ મતદાન – 51.64 ટકા

ડાંગ જિલ્લાનું સરેરાશ મતદાન – 64.84 ટકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મતદાન – 59.11 ટકા

ગીર સોમનાથ જિલ્લાનું સરેરાશ મતદાન – 60.46 ટકા

જામનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 53.98 ટકા

જૂનાગઢ જિલ્લાનું સરેરાશ મતદાન – 52.04 ટકા

કચ્છ જિલ્લામાં સરેરાશ મતદાન – 54.52 ટકા

મોરબી જિલ્લામાં સરેરાશ મતદાન – 56.20 ટકા

નવસારી જિલ્લાનું સરેરાશ મતદાન – 65.91 ટકા

પોરબંદર જિલ્લાનું સરેરાશ મતદાન – 53.84 ટકા

રાજકોટ જિલ્લાનું સરેરાશ મતદાન – 51.66 ટકા

સુરત જિલ્લાનું સરેરાશ મતદાન – 57.83 ટકા

સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ મતદાન – 58.14 ટકા


આદીવાસી પટ્ટામાં રેકોર્ડ મતદાન

વલસાડ જિલ્લાનું સરેરાશ મતદાન – 62.46%

લિંબાયતમાં અત્યાર સુધીનું સરેરાશ-49%

ડેડિયાપાડામાં અત્યાર સુધીનું સરેરાશ-70%

વ્યારામાં અત્યાર સુધીનું સરેરાશ -63%

નાંદોદમાં અત્યાર સુધીનું સરેરાશ-64%

તાપી જિલ્લાનું સરેરાશ મતદાન – 72.32 %

નર્મદા જિલ્લાનું સરેરાશ મતદાન – 68.09%

નીઝરમાં અત્યાર સુધીનું સરેરાશ- 77.87%



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે