ભાજપના હેમા માલિની, રવિ કિશન, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ ચૂંટણી પ્રચારથી રહ્યા અળગા


  • Published By :
  • Published Date : 2022-12-03 20:30:16

ગુજરાત વિધાસનભાની ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ તમામ જોર લગાવી રહી છે. રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને આગામી 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન યોજાશે. ભાજપ ફરીથી સત્તા મેળવવા માટે પ્રયાસ કરી રહી છે, ભાજપે ગુજરાતના તેમના 40 જેટલા સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા હતા. આ સ્ટાર પ્રચારકોના પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટી દ્રારા પાંચ હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યા હતા આ માટે કમલમની પાછળ યુદ્ધના ધોરણે બે હેલીપેડ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે આ વખતે કેટલાક સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારથી તદ્દન અલગ રહ્યા છે.


કોણ હતા ભાજપના સ્ટાર પ્રચારક?


1. પીએમ નરેન્દ્રભાઈ મોદી 2. પાર્ટી પ્રમુખ જે.પી. નડ્ડા 3 રાજનાથ સિંહ 4. અમિતભાઈ શાહ 5. નીતિન ગડકરી 6. સી. આર. પાટીલ 7. ભૂપેન્દ્રભાઈ પટેલ 8.અર્જુન મુંડા 9. સ્મૃતિ ઈરાની 10.  ધર્મેન્દ્ર પ્રધાન 11. મનસુખભાઈ માંડવિયા 12. ભૂપેન્દ્ર યાદવ13. પરષોત્તમભાઈ રૂપાલા 14. ભારતીબેન શિયાળ 15. સુધીરજી ગુપ્તા 16. યોગી આદિત્યનાથ 17. મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ 18. આસામના સીએમ હેમંત બિસ્વા હેમંત બિશ્વ શર્મા 19.  મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ 20. વિજય રૂપાણી 21. નીતિન પટેલ 22. વજુભાઈ વાળા 23. રત્નાકર 24. અભિનેતા દિનેશ લાલ યાદવ (નિરહુઆ) 25. ભોજપુરી અભિનેતા રવિ કિશન 26.  ભોજપુરી અભિનેતા અને ગાયક મનોજ તિવારી 27.તેજસ્વી સૂર્ય 28. હર્ષ સંઘવી 29. અભિનેત્રી હેમા માલિની 30. અભિનેતા પરેશ રાવલ 31. પ્રદિપસિંહ વાઘેલા 32. વિનોદભાઈ ચાવડા 33. મનસુખભાઈ વસાવા 34. પૂનમબેન માડમ 35. પ્રશાંતભાઈ કોરાટ 36. શંભુપ્રસાદજી ટુંડિયા 37. કુંવરજીભાઈ બાવળિયા 38. ગણપતભાઈ વસાવા 39. પરષોત્તમભાઈ સોલંકી 40.પરિન્દુ ભગત


ચૂંટણી પ્રચારથી કોણ અળગું રહ્યું?


ભાજપના સ્ટાર પ્રચારકો પૈકીના મોટા ભાગના સેલિબ્રિટી ચૂંટણી પ્રચાર અભિયાનથી દુર રહ્યા હતા. જેમ કે લોકપ્રિય બોલિવુડ અભિનેત્રી હેમા માલિની, ભોજપુરી અભિનેતા રવિ કિશન, ભોજપુરી અભિનેતા દિનેશ લાલ યાદવ (નિરહુઆ) પ્રચાર અભિયાનથી અળગા રહ્યા છે. 


કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ગાયબ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ ઓછા જોવા મળ્યા છે. તેમાં પણ ગાંધી પરિવારના રાહુલ ગાંધીને બાદ કરતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી પ્રચારથી દુર રહ્યા છે. રાહુલ ગાંધીએ પણ માત્ર એક જ રેલી કરી હતી. આ વખતે ચૂંટણી પ્રચારનો તમામ ભાર સ્થાનિક નેતાઓ  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાળિયાના ખભા પર રહ્યો હતો.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.