મતદાન માટે વોટર સ્લીપને લઈ મૂંઝવણ અનુભવો છો, આ છે સ્લીપ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા


  • Published By :
  • Published Date : 2022-11-30 12:03:38

ગુજરાત વિધાનસભાની  ચૂંટણીને લઈ કાલે મતદાન યોજાશે. પ્રથમ તબક્કાના મતદાન માટે રાજ્યના નીકચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર 788 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 89 બેઠકોના 25393 મતદાન મથકો પર સવારે 8 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદારો  તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદારો તેમના મતદાનને લઈ ઘણીવાર અસમંજસની સ્થિતી અનુભવે છે અને તેમને વોટર સ્લિપ પણ ઘણીવાર નથી મળતી આ સ્થિતીમાં તેઓ મતદાન કરવાનું ટાળે છે.


કઈ રીતે મેળવશો વોટર સ્લીપ?


મતદાતાએ તેમની વોટર સ્લિપ  ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા https://electoralsearch.in/ વેબસાઈટની મુલાકાત લેવાની છે. વોટર સ્લિપ મેળવવા બે વિકલ્પ છે. જેમ કે પહેલા વિકલ્પમાં તમે તમારા નામ, ઉંમર, તથા મતવિસ્તાર સહિતની વિગતો ભરીને વોટર સ્લીપ મેળવી શકશો. જ્યારે બીજા વિકલ્પમાં તમે તમારા વોટર આઈ-કાર્ડ પરનો એપિક નંબર દાખલ કરીને પણ સર્ચ કરી શકો છો. આ બંને રીતે મતદાર તેમનો વિધાનસભા વિસ્તાર, તેમનો બુથ નંબર, ક્રમ, બુથનું સરનામું તથા તેમની વોટર સ્લીપને ઓનલાઈન જોઈ શકે છે અને તેને ડાઉનલોડ કરી શકે છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે