શાંતિ અને સલામતિમાં શ્રેષ્ટ રાજ્ય બન્યું ગુજરાતઃ હર્ષ સંઘવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-07 20:34:46

બદલાતા સમયમાં મહિલાઓ ઘરની બહાર નિકળી આત્મનિર્ભર બની રહી છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલો પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે. મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત આગવું સ્થાન ધરાવે છે ત્યારે ફરી એક વખત ગુજરાત રાજ્ય શાંતિ અને સુરક્ષા માટે શ્રેષ્ઠ રાજ્ય સ્થાપિત થયું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ પગલાને કારણે ગુજરાત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.   


હર્ષ સંઘવીએ ટ્વિટમાં લખ્યું છે નાગરિકોની સલામતી અને તેમના જાન-માલની સુરક્ષાને અગ્રતા આપવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ પગલાંઓના પરિણામ સ્વરૂપે આપણું ગુજરાત પુનઃ એક વખત શાંતિ અને સલામતીની બાબતમાં શ્રેષ્ઠ રાજ્ય તરીકે સ્થાન પામ્યું છે.



નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોનો રિપોર્ટ થયો જાહેર

દેશના અનેક રાજ્યોમાં ચોરીના, ઘરફોડ તેમજ અનેક ગુન્હાઓમાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. સ્ત્રી સશક્તિ કરણની વાતો વચ્ચે મહિલાઓની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉઠતા રહે છે. આ બધા વચ્ચે નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ 2021ના રિપોર્ટ જાહેર કરાયા છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ક્રાઈમ રેટ ઓછો છે. 

  ગુજરાતનો ક્રાઈમ રેટ 21.7 છે જે દેશના ક્રાઈમ રેટ કરતા 55.8 ઘણો ઓછો છે. ચોરી, લૂંટના ગુનામાં તેમજ ઘટફોડના ગુન્હામાં, ઉપરાંત મિલકત સંબંધિત ગુનામાં દિલ્હી, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ અને ઉત્તર પ્રદેશની સરખામણીએ ગુજરાત રાજ્ય શાંત અને સલામત સાબીત થયું છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ગુજરાત 27માં નંબરે આવે છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ચોરી, લૂંટ, ઘરફોડના દેશનો ક્રાઈમ રેટ 55.8 સામે ગુજરાતમાં પાંચ વર્ષમાં 14 ટકા ઘટાડો થયો છે.     


મહિલાની સુરક્ષામાં પણ ગુજરાત મોખરે 

મહિલાઓ પર દિન-પ્રતિદિન અત્યાચારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. મહિલાઓ હવસનો શિકાર બની રહી છે. ત્યારે અન્ય રાજ્યો કરતા ગુજરાતની મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત મહેસુસ કરે છે. મહિલાની સુરક્ષાની બાબતમાં ગુજરાતનું સ્થાન 36માંથી 32 ક્રમાંકે આવે છે. મહિલાઓ વિરૂદ્ધનો ક્રાઈમ રેટ અન્ય રાજ્યો કરતા ઓછો છે. તે ઉપરાંત બાળકો વિરૂદ્ધ થતા ગુન્હાઓમાં પણ ગુજરાતનો ક્રાઈમ રેટ ઓછો છે.  


શું ખરેખર ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે?

ઘરેલુ હિંસા દિવસને દિવસે વધી રહેલી છે. અનેક મહિલાઓ જાતિવાદનો તેમજ હવસનો શિકાર બની રહી છે. વધી રહેલા ક્રાઈમને કારણે રાત્રે નિકળવામાં પણ હવે ગુજરાતની મહિલાઓ સંકોચાય છે. સુરતમાં એક યુવતીની ભર બજારે ગળા પર ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હમણાં જ ઉત્તર ગુજરાતમાં પણ બનાવ બન્યો હતો જેમાં આધેડે 19 વર્ષની કિશોરીનું ગળું કાપી હત્યા કરી દીધી હતી. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાત સેફ મનાઈ રહ્યું છે કારણ કે નવરાત્રિના સમયમાં મહિલાઓ ખુલ્લા રસ્તા પર અડધી રાત્રે પણ ફરે છે પરંતુ અમુક અપવાદો પણ સુરત જેવા નજર સામે આવે છે તે હકીકત છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે