Gujarat : વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે અને કોંગ્રેસે ઉમેદવારો કર્યા જાહેર, જાણો કોણ લડશે કોની સામે ચૂંટણી?


  • Published By :
  • Published Date : 2024-04-15 14:18:20

એક તરફ ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે તો ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. વિધાનસભા ચૂંટણી યોજાઈ ત્યારે મતદાતાઓએ મતદાન કર્યું હતું, ધારાસભ્યો પણ ચૂંટાયા પરંતુ એકાએક તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું. નેતાઓ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળી પોતાના પદ પરથી રાજીનામું આપી દે છે અને ભાજપમાં જોડાઈ જાય છે.. આ બધા વચ્ચે કોંગ્રેસે પાંચ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે.

Image


પેટા ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસે કર્યા જાહેર 

લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા છે. એવું લાગતું હતું કે પેટા ચૂંટણી માટે બંને પાર્ટી ગઠબંધન કરી શકે છે પરંતુ એવું ના થયું. 26 લોકસભા બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે જ્યારે કોંગ્રેસ દ્વારા પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. 

Article Content Image


કોને ક્યાંથી કોંગ્રેસે ઉતાર્યા ચૂંટણી મેદાનમાં?

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામની વાત કરીએ તો વિજાપુરથી દિનેશ પટેલ, પોરબંદરથી રાજુ ઓડેદરાને ઉમેદવાર બનાવાયા છે. જ્યારે માણાવદર માટે હરિભાઈ કણસાગરા, ખંભાત માટે મહેન્દ્રસિંહ પરમારને જ્યારે વાઘોડિયા માટે કનુભાઈ ગોહિલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવારના નામની જાહેરાત ઘણા સમય પહેલેથી કરી દીધી છે. જે પૂર્વ ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું તેમને જ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે વિસાવદરના ધારાસભ્યએ પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ કેસ ચાલતો હોવાને કારણે આ બેઠક પર ચૂંટણી જાહેર નથી કરવામાં આવી.  ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટી પેટા ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરશે કે કેમ તે અંગેની માહિતી સામે આવી નથી...     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે