મોવડીમંડળમાં ગુજરાત ભાજપના નેતાઓએ કરી રજૂઆત! અસંતોષ વ્યક્ત કરતા કહ્યું કે જો બધું જ કોંગ્રેસવાળાને જ આપશો તો અમારે...?


  • Published By :
  • Published Date : 2024-06-11 18:48:21

લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ગુજરાત ભાજપમાં મોટા પાયે ફેરફાર થઈ શકે છે.. નવા અધ્યક્ષની નિમણૂંક કરવી પડશે.. તે સિવાય મંત્રી મંડળના વિસ્તરણની વાતો થઈ રહી છે ત્યારે ભાજપના, પૂર્વ સાંસદો-ધારાસભ્યો અને સંગઠનના ભાજપના નેતાઓ મોવડીમંડળના શરણે ગયા છે અને સવાલ કર્યો કે બધું કોંગ્રેસવાળાને આપશો તો અમારે શું કરવાનું? 



શપથવિધીમાં થયો હતો નેતાઓનો જમાવડો  

લોકસભાની ચૂંટણી પુરી થયા પછી દિલ્હીમાં યોજાયેલી શપથવિધિમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના નેતાઓ સહિત મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો-ધારાસભ્યોએ હાજરી આપી હતી. શપથવિધિ પુરી થયા પછી કેટલાક નેતાઓ જમવાનું ટાળીને દિલ્હીમાં નેતાઓને મળવા પહોંચી ગયા હતા એવી માહિતી સામે આવી છે. અને ત્યાં જઈને પોતાની હૈયા વરાળ કાઢી . કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને મોટું પદ આપવામાં આવી રહ્યું છે તેને લઈ ચર્ચા કરવામાં આવી.. 




થોડા સમયની અંદર થઈ શકે છે મંત્રી મંડળનું વિસ્તરણ 

થોડા જ સમયમાં ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની થવાની છે જેમાં મંત્રી મંડળનું વિસ્તરણ અને ગુજરાત પ્રદરેશ અધ્યક્ષ બદલવાની વાતો ચાલી રહી છે. ભાજપના નેતાઓને ડર છે કે કોંગ્રેસી ગોત્રના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળશે ત્યારે નામ પણ અર્જુન મોઢવાડીયા અને સી.જે.ચાવડાનું નામ સૌથી આગળ છે. ગુજરાતમાં હવે પછી મંત્રીમંડળનું વિસ્તરણ થાય કે પછી નિગમોમાં નિમણૂક થાય પણ મૂળ ભાજપના નેતાઓને ધ્યાનમાં રાખવા તેવી રજૂઆત દિલ્હી દરબારમાં ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી છે.


ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ બદલ્યા ઉમેદવાર

અનેક વખત આપણે સાંભળ્યું છે કે ભાજપને પાર્ટીમાં ચાલતો આંતરિક ડખો નડ્યો છે.. ભાજપમાં થતું કોંગ્રેસી કરણને કારણે ભાજપના નેતાઓ નારાજ ચાલી રહ્યા છે.. ગુજરાત ભાજપમાં ચાલતા ડખાનો ખ્યાલ કેન્દ્રના મોવડી મંડળને પણ આવી ગયો છે. પહેલી વખત એવું બન્યું હશે કે ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ હોય અને પછી ઉમેદવારને બદલવા પડ્યા હોય. લોકસભાની ચૂંટણીમાં આપણે આ વસ્તુ જોઈ છે.. ઉમેદવારને બદલવામાં આવ્યા છે ભાજપ દ્વારા. ભાજપના નેતાઓનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું લાગે છે.   


ભાજપમાં જ ભાજપના નેતાઓની થઈ રહી છે અવગણના? 

ઉલ્લેખનિય છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. અને આ ચૂંટણીમાં પણ સ્થાનિક નેતાઓ પાસેથી કામ લેવાનું છે. આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ભાજપના ધારાસભ્યો અને ભાજપના નેતાઓએ શપથવિધિ માટે દિલ્હીનો ફેરો સફળ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હી ગયેલા નેતાઓએ પોતાની વાત મોવડી મંડળ સમક્ષ રાખી હોવાની વાત સામે આવી છે. તેમનું કહેવું છે કે ભાજપના નેતાઓની, કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે તેવું તેમને લાગી રહ્યું છે. 


મૂળ ભાજનપના નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન અપાય તેવી ઈચ્છા!

કોંગ્રેસના નેતાઓને જ મહત્વ આપવામાં આવે છે. ટિકીટ અપાય છે..આવી સ્થિતિમાં મૂળ ભાજપના નેતાઓ તેમની અવગણના થતી હોવાનું અનુભવે છે. આથી જો ગુજરાતમાં વિસ્તરણ થવાનું હોય તો મૂળભાજપના નેતાઓને પણ મહત્વ અપાય તેવી રજૂઆત કરી છે. એટલે એવું કહી શકે કે જો હાઇકમાંડ આ વાત ધ્યાનમાં રાખે છે તો તો અર્જુન મોઢવાડીયા અને સી જે ચાવડા સાથે પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર વાળી થશે આ નેતાઓ ભાજપમાં મંત્રી બનવાના સપના તો લઈ ને આવ્યા હતા પણ એ પૂરા થાય છે કે કેમ એ જોવાનું રહ્યું.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે