Gujarat : Jayrajsinh Jadeja સહિત BJPના ક્ષત્રિય આગેવાનો પરસોત્તમ રૂપાલાના બચાવમાં મેદાને। વિવાદ શાંત થશે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-28 12:05:34

ગુજરાતમાં જાણે વિવાદનો વંટોળ ચાલી રહ્યો હોય તેવું લાગે છે... ક્ષત્રિય સમાજનો રોષ રૂપાલાની સતત માફી પછી પણ શાંત નથી પડ્યો એવા સમયે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વચ્ચે પડીને નિરાકરણ લાવવા માટે નવી રણનીતિ સાથે મેદાને છે અને આ રણનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવશે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા... 

માફી માગ્યા બાદ પણ શાંત નથી થયો વિવાદ!  

થોડા દિવસ પહેલા વાલ્મીકિ સમાજના એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભૂલ ભૂલમાં ક્ષત્રિય સમાજ અને રાજા રજવાડાં પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી ગયા, એક સમાજને સારું લાગવાના ચક્કરમાં બીજો સમાજ નારાજ થયો અને સ્થિતિએ આવીને ઊભી છે કે રાજકોટમાં પણ રાજસ્થાન પેટર્નથી કહેવાય રહ્યું છે કે ભાજપ તુજસે બૈર નહીં પર રૂપાલા તેરી ખૈર નહીં! રૂપાલા માફી પણ માંગી ચૂક્યા છે પણ શકિતસિંહ ગોહિલથી માંડીને અમિત ચાવડા કોંગ્રેસ તરફથી સતત આવતા નિવેદનો અને કરણીસેનાનો રોષ વિવાદને શાંત નથી પડવા દેતો, હવે ભાજપે જયરાજસિંહ જાડેજા ને મેદાને ઉતાર્યા છે.  


વિવાદને શાંત કરવા માટે ભાજપે જયરાજસિંહ જાડેજાને ઉતાર્યા મેદાને 

ગુજરાતના અનેક રજવાડાઓમાં ભાવનગર અને ગોંડલ જેવા સ્ટેટનું વિશેષ સ્થાન રહ્યુંછે. ટીકા ટિપ્પણી કરતા લોકો મહારાજા ભગવતસિંહજી અને મહારાજ કૃષ્ણકુમારસિંહજીના સમય અને યોગદાનને ઘણી વાર ભૂલી જતા હોય છે. જયરાજસિંહ જાડેજા ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે અને પોતાની દબંગ બેબાક છવી માટે જાણીતા છે. જે તે સમયે રીબડા ગ્રુપ સાથેના સંઘર્ષ માટે પણ જાણીતા હતા. હવે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા ક્ષત્રિય આગેવાનો જેમાં હકાભાથી માંડીને જયરાજસિંહ જાડેજા નો સમાવેશ થાય છે એ લોકો વિવાદને ખાળવાની કોશિશ કરવાના છે. સંભવત આ વિવાદ હવે આજે ઉકેલાઈ જાય એવું લાગી રહ્યું છે આગળ તો કરણીસેના આ વિષયમાં કઈ બાજુ ઝુકાવ રાખે છે એના પર આધાર રહેશે. 



ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજની પરષોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી માફી માગી છે...

સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...