રાજસ્થાનની સ્થિતિ પર ગુજરાત ભાજપનો કટાક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:47:26

રાજસ્થાનમાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે અશોક ગેહલોત રેસમાં સૌથી આગળ હતા. આગામી મહિને કોંગ્રેસના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાવાની છે. જેના માટે ગેહલોત દ્વારા નામાંકન કરવામાં આવ્યું. પરંતુ રેસમાં સૌથી આગળ મનાતા અને ગાંધી પરિવારથી સૌથી નજીકનો સંબંધ ધરાવતા અશોક ગેહલોતે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. 

How Long Will it Take for the Congress Party to Revive Itself? | NewsClick

Ashok Gehlot vs Sachin Pilot in Rajasthan, TROUBLE intensifies as Congress  MLA resigns over Dalit student's DEATH | India News | Zee News

ગુજરાત ભાજપે કર્યો રાજસ્થાનની સ્થિતિ પર કટાક્ષ

રાજસ્થાનમાં ગેહલોત બાદ કોણ મુખ્યમંત્રી બનશે તે અંગે વિવાદ સર્જાયો હતો. સચિન પાયલોટનું નામ મુખ્યમંત્રી તરીકે ચર્ચામાં આવતા અનેક ધારાસભ્યોએ પોતાનું રાજીનામું આપી દીધું હતું. રાજસ્થાનમાં રાજકારણ ગરમાતા ગેહલોતે પોતાનું નામ પાછુ લઈ લીધું હતું. રાજસ્થાનમાં થયેલી ગતિવિધીના પડઘા ગુજરાતમાં પડી રહ્યા છે. રાજસ્થાનમાં થયેલા વિવાદને લઈ ગુજરાત ભાજપે કટાક્ષ કર્યો છે. ભાજપે કટાક્ષ કરતા ટ્વિટ કરી કે ભારત જોડોનો દંભ કરતી કોંગ્રેસ અંદરથી જ તૂટી રહી છે. રાજસ્થાન સચવાતું નથીને ગુજરાત તથા ભારત સર કરવાના સ્વપ્ન જોઈ રહી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે