Gujarat Budget 2024 : 112 નંબર ડાયલ કરવાનો પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, ગુજરાતનાં બજેટમાં એલાન!


  • Published By :
  • Published Date : 2024-02-02 15:52:18

થોડા સમય પહેલા એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ વિરૂદ્ધ જો ફરિયાદ કરવી હોય તો તે નંબર પર કરી શકાય. પોલીસ દ્વારા કરવામાં આવતો વ્યવહાર અનેક વખત ચર્ચામાં રહેતો હોય છે. આજે વિધાનસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પોલીસ બોલાવવી હોય કે પછી ફાયરબ્રિગેડ, એક જ નંબર ડાયલ કરવાનો અને પોલીસ 10 મિનિટમાં આવી જશે. ગુજરાતનાં બજેટમાં આ મોટું એલાન કરવામાં આવ્યું છે. 

એક જ નંબર પર ફોન કરવાથી મળી રહેશે ઈમરજન્સી સુવિધાઓ!   

બજેટમાં અનેક પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે, અનેક જાહેરાતો કરવામાં આવી છે. કરોડો રૂપિયાની ફાળવણી વિવિધ ક્ષેત્ર માટે કરવામાં આવી છે. ત્યારે એક ઈમરજન્સી નંબરની જાહેરાત પણ કરવામાં આવી છે. 112 ઉપર પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્‍દ્રિયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે. આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં ૧૦ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવશે તેવી જાહેરાત નાણાં મંત્રીએ કરી છે. 


112 નંબર કરવામાં આવ્યો છે જાહેર 

જેવી રીતે અમેરિકામાં 911ની સુવિધા છે, તેવી સુવિધા ગુજરાતમાં શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બજેટમાં 112 નંબરની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. 112 આ એક નંબર પર તમામ ઈમરજન્સી સર્વિસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, તેવી જ સુવિધા ગુજરાતમાં લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિકાસનાં પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ તેમજ આર્થિક પ્રવૃતિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ આધારીત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 


પોલીસની ધીમી કામગીરી અનેક વખત દેખાતી હોય છે!

USમાં જે પ્રકારની સિસ્ટમ છે એવી સિસ્ટમ લાગુ કરવાનો ગુજરાત સરકારે પ્રયાસ કર્યો છે પણ હવે જોવાનું એ રહ્યું કે સરકારની વ્યવસ્થાનું પાલન કેટલું થાય છે કારણ કે ઘણી વાર પોલીસની ધીમી કામગીરી પણ દેખાતી હોય છે. 100 નંબર તો ઇમર્જન્સીમાં જનતાએ ડાયલ કર્યો અને વ્યવસ્થા મળી છે. પણ હવે આ નવી વ્યવસ્થા તંત્ર અને જનતા બંને યોગ્ય ઉપયોગ કરે એવી આશા છે.



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.