Gujarat Budget 2024 : નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા કરવેરામાં નથી કરવામાં આવ્યો ફેરફાર, જાણો કયા વિભાગોમાં કેટલા કરોડની ફાળવણી.


  • Published By :
  • Published Date : 2024-02-02 13:36:10

ગુજરાત વિધાનસભામાં ત્રીજી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે. ગઈકાલે દેશના નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું હતું ત્યારે આજે ગુજરાત માટેનું બજેટ રાજ્યના નાણામંત્રી રજૂ કરવાના છે. ગઈકાલથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. 29 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ સત્રમાં અનેક મહત્વની બેઠકો થઈ શકે છે. 26 જેટલી બેઠકો આ સત્ર દરમિયાન થવાની છે. આ સત્રમાં 11 જેટલા વિવિધ બિલ રજૂ કરવામાં આવશે. ગતવર્ષની સરખામણીએ આ વર્ષે બજેટમાં 10થી 20 ટકાનો વધારો કરવામાં આવી શકે છે. બજેટ સત્રનો પ્રારંભ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો હતો. કોંગ્રેસના નેતાઓ વિવિધ સ્લોગનના બેનરો પહેરી વિધાનસભા પહોંચ્યા હતા. બજેટમાં કરવેરામાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. 

 

લાલ નહીં પરંતુ બ્લેક કલરની બ્રિફકેસને લઈ પહોંચ્યા વિધાનસભા!

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ ગઈકાલથી થઈ ગયો છે. 29 ફ્રેબ્રુઆરી સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે. વિધાનસભામાં આજે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવાના છે. સામાન્ય રીતે લાલ પોથીમાં બજેટને લાવવામાં આવતું હોય છે પરંતુ આ વખતે લાલ નહીં પરંતુ બ્લેક રંગની બ્રિફકેસ લાવવામાં આવી છે. વિધાનસભા પહોંચ્યા બાદ તેમણે નિવેદન આપ્યું કે ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટું બજેટ હશે જેમાં ગરીબ, યુવાનોને,નારીશક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.  
   


આ વિભાગ માટે કરાઈ આટલા કરોડની ફાળવણી

બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ અનેક યોજનાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ વિધાનસભામાં 3,32,465 કરોડનું બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે. વિવિધ ક્ષેત્રો માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે જેમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો માટે 2711 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે 767 કરોડ ફાળવાની જાહેરાત કરવામાં આવી છે. શેરી વિકાસ અન શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે 21696 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 



આદિજાતી વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 55114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 20100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત નમો લક્ષ્મી યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે. તે ઉપરાંત નમો સરસ્વતી યોજના અંગેની માહિતી પણ આપવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આઠ નગરપાલિકાને મહાનગર પાલિકમાં ફેરવવાની જાહેરાત કરવામાં આવી છે. 

એસટી વિભાગ માટે 2500 નવી બસ ખરીદવામાં આવશે. નવા સબ સ્ટેશનનો સ્થાપવા માટે 380 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગૃહ વિભાગ માટે કુલ 10,378 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 2586 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ૧૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તે ઉપરાંત ધો.૯ માં અભ્યાસ કરતી અંદાજે ૩૯ હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા ૨૧ કરોડની જોગવાઈ કરવામાં આવી. આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે `૫૩૯ કરોડનું આયોજન છે.  





In India, marriage is considered a sacred institution, in which love, trust and dedication are expected. Incidents like the one that have happened recently have changed the very definition of this sacred bond. Cases of brutal murder of husbands by wives have shocked the society. Cases like Pragati, Muskan, Aftab and similar incidents that have happened in the last few years have raised a big question mark and also on the entire system because every person, be it a man or a woman, is in fear of whether to get married or not. Even memes have become like that.

લોકતાંત્રિક દેશના કોઇપણ ખૂણામાં ભાષા અને ભાષાકીય જૂથ સંગઠન પોતાને સર્વસર્વા માની નાગરિકો સાથે મનમાની કરી જાય તો કાયદો અને વ્યવસ્થા શું મુકપ્રક્ષક બનીને રહશે !

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતમાં બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું છે . આ પ્રતિનિધિ મંડળ ૨જી એપ્રિલથી ભારત પર જે ટેરિફ લગાવવામાં આવશે તેની પર ચર્ચા કરશે . જોઈએ કે આ વાટાઘાટોથી કેટલો ફર્ક પડે છે . જો અમેરિકાએ ૨જી એપ્રિલથી ટેરિફ લગાવ્યા તો ભારતને લગભગ ૫ લાખ કરોડનું નુકશાન થઈ શકે છે .

સુરત સહિત સમગ્ર રાજ્યનો હીરા ઉદ્યોગમાં મંદીમાથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સરકારે એક્શન પ્લાન 2 દિવસમાં બનાવવા કહ્યું હતું. પરંતુ 10 દિવસે પણ કોઈ નિરાકરણ લવાયું નથી. ત્યારે 30 માર્ચે સુરત ડાયમંડ વર્કર યુનિયને હડતાળનું એલાન કર્યું છે. છેલ્લા અઢી વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી વચ્ચે રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી છે. યુનિયનના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં 50થી વધુ રત્નકલાકારે આપઘાત કર્યા છે છતાં હજી સુધી સરકારે કોઈ ઠોસ પગલાં લીધાં નથી.