Gujarat Budget 2024 : શિક્ષણ પાછળ બજેટમાં ફળવાયા આટલા કરોડ રૂપિયા, બાળકોને આપવામાં આવશે આર્થિક સહાય!


  • Published By :
  • Published Date : 2024-02-02 14:39:25

દેશનું ભવિષ્ય બાળકોના ભવિષ્ય પર નિર્ભર રહેલું હોય છે. બાળકોને દેશનું ભાવિ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓને સારૂં શિક્ષણ મળે તે માટે અનેક યોજનાનો, અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતા હોય છે જેને લઈ બાળકો શિક્ષા માટે આકર્ષાય. ત્યારે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે બજેટ રજૂ કર્યું છે. શિક્ષણને લઈ આ બજેટમાં 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણનું સ્તર સુધરે તે માટે અનેક યોજનાનો શરૂ કરવામાં આવી. આર્થિક સહાય આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. 

શિક્ષણ ક્ષેત્રે ફાળવવામાં આવ્યા આટલા કરોડ રૂપિયા!

વિદ્યાર્થીનીઓની સંખ્યામાં વધારો થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજે રજૂ થયેલા બજેટમાં શિક્ષણને લઈ આ બજેટમાં 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રીએ જણાવ્યુ કે ,'રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15 હજાર ઓરડાઓ તૈયાર થઈ રહ્યા છે. નવા 45 હજાર સ્માર્ટ કલાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15 હજાર શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. 

આ યોજનાની કરાઈ જાહેરાત 

નમો લક્ષ્મી યોજના અંગે જાહેરાત કરવામાં આવી છે તે ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના માટે 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 3000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત ધોરણ 9 થી 12ના એક લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સહાય માટે 260 કરોડની જોગવાઈ કરાઈ છે.' ન માત્ર શાળા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે પરંતુ આંગણવાડી માટે પણ બજેટની ફાળવણી કરવામાં આવી છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો તેમજ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે