Gujarat : ખાડારાજની સામે નાગરિકોએ આવી રીતે દર્શાવ્યો વિરોધ! જ્યાં જ્યાં ખાડા પડ્યા ત્યાં ભાજપના ઝંડા લગાવી દીધા!


  • Published By :
  • Published Date : 2024-07-19 18:02:02

સામાન્ય વરસાદ આવતાની સાથે જ રસ્તાની હાલત બિસ્માર થઈ જતી હોય છે.. કરોડોના ખર્ચે બનાવાતા રસ્તા પર વરસાદ થતાની સાથે જ ખાડાઓ પડવા લાગે છે.. અનેક જગ્યાઓ પર તો મોટા મોટા ભુવાઓ પડતા હોય છે જેમાં આખે આખી બસ સમાઈ જાય.. સરકાર સુધી સ્થાનિકોને પડતી મુશ્કેલીનો અવાજ પહોંચે તે માટે ભાજપના ઝંડાને ખાડામાં લગાવી રહ્યા છે. આ જાણે નવો ટ્રેન્ડ શરૂ થઈ ગયો હોય તેવું લાગે છે..  



ગાંધીનગરથી સામે આવ્યા હતા દ્રશ્યો 

સુરતથી અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જ્યાં ખાડો હોય કે ભૂવા પડ્યા હોય ત્યાં સરકારની આંખ ઉઘાડવા ભાજપના ઝંડા લગવવામાં આવી રહ્યા છે.. વધારે પડતાં ખાડા પડે ત્યારે કોંગ્રેસ કે આપ કે પછી સામાન્ય નાગરિક આ રીતે ભાજપના ઝંડા ખાડામાં લગાવી દે છે. પહેલા આવા દ્રશ્યો ગાંધીનગરથી આવ્યા હતા જ્યારે ગાંધીનગરમાં અતિ વરસાદ થયો હતો. ત્યારે લોકોએ આ રીતે જ વિરોધ બતાવ્યો હતો. 

Image


સુરતમાં ભાજપના ઝંડા લગાવી કરવામાં આવ્યો વિરોધ

સુરતના પુણા વિસ્તારથી આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસ દ્વારા જ્યાં ભૂવા પડ્યા હોય ત્યાં આ રીતે ઝંડા લાગવી દેવામાં આવ્યા બાદમાં કોંગ્રેસ દ્વારા ભાજપ શાસકો અને પાલિકાનું ધ્યાન ખેંચવા માટે આ ભુવામાં ભાજપના ઝંડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર લગાવી દેવામા આવ્યું.  કાપોદ્રામાં રચનાથી મમતા પાર્ક રોડ પર ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. જેને લઇને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઘટના સ્થળ પર પહોંચી ભાજપનો ઝંડો લગાવી દેતા અધિકારીઓ દોડતા થયા હતા.



શું કહ્યું કોર્પોરેટરે?

બાદમાં આપ કોર્પોરેટર કુંદન કોઠીયાએ જણાવ્યું કે, ભાજપ શાસકોની નિષ્ફળતાનો આ નમૂનો છે. પ્રજાના કામોની કોઈ દિવસ શાસકો તસ્દી નથી લેતા. જો હજુ પણ પાલિકા અને ભાજપ શાસકો નહીં સુધરે તો પ્રજાહિતમાં અમે વધુ કાર્યક્રમ આપતાં પણ ખચકાશું નહીં. પ્રજાહિત અમારે માટે સર્વોપરી છે. લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને શાસકો પોતાની કરવામાં મસ્ત છે. શહેરની સાચી સ્થિતિ બતાવવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.