કોંગ્રેસે ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાજકોટ પૂર્વમાં મોકો આપ્યો, ગણદેવીમાં ઉમેદવાર બદલાયા


  • Published By :
  • Published Date : 2022-11-11 20:20:17

કોંગ્રેસે ત્રીજા લિસ્ટ સાથે કુલ 95 ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ત્રીજા લિસ્ટમાં કોંગ્રેસે નવા સાત ઉમેદવારો ઉમેદવારોની જાહેરાત કરી છે.


વિધાનસભા

ઉમેદવાર

રાપરબચ્ચુભાઈ અમરેઠિયા
વઢવાણતરુણ ગઢવી
રાજકોટ પૂર્વઈન્દ્રનીલ રાજ્યગુરુ
ધારીડૉ. કિર્તિ બોરિસાગર
નાંદોદ (અનુસૂચિત જાતિ)હરેશ વસાવા
નવસારીદીપક બરોઢ

કોંગ્રેસે ગણદેવીના ઉમેદવાર બદલ્યા 

કોંગ્રેસે ગણદેવીના ઉમેદવાર તરીકે આ વખતે અશોકભાઈ લલ્લુભાઈ પટેલની જાહેરાત કરી છે. અગાઉ કોંગ્રેસ શંકર પટેલની જાહેરાત કરી હતી. નવી ત્રીજી યાદીમાં ગણદેવીના ઉમેદવારને બદલવામાં આવ્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે