ચૂંટણી નજીક આવતા ગુજરાત કોંગ્રેસ સક્રીય થઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-18 17:53:09

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પણ સક્રીય થઈ છે. વિધાનસભા ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે અંતર્ગત કોંગ્રેસે વિસ્તૃત કારોબારી બેઠક યોજી હતી જેમાં આગામી ચૂંટણીને લઈ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે 1.55 કરોડ પત્રિકા તૈયાર કરવામાં આવી છે જેને જનતા સુધી પહોંચાડવાની જવાબદારી પણ વહેંચી દેવામાં આવી છે. 8 વચનોની પત્રિકા કોંગ્રેસ દ્વારા તૈયાર કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બર સુધીમાં પત્રિકા ને જનતા સુધી પહોંચાડવામાં આવશે.

ચૂંટણી લક્ષી રણનીતિ કરાઈ તૈયાર

વિધાનસભા ચૂંટણી આવતા કોંગ્રેસમાં હલચલ શરૂ થઈ ગઈ છે. પોતાના વચનો લોકો સુધી પહોંચાડવા કોંગ્રેસે 1.55 કરોડ પત્રિકા છપાવી છે. જેમાં મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય સેવા સહિત 8 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પત્રિકા બૂઠ દીઠ 3000 ઘરોમાં આપવામાં આવશે. 5000થી વધુ બુથો પર કોંગ્રેસ દ્વારા આ પત્રિકા આપવામાં આવશે. 24,25 અને 26 સપ્ટેમ્બર સુધીમાં આ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે.


કોંગ્રેસના હોદ્દેદારો રહ્યા બેઠકમાં હાજર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્યો, કાર્યકારી પ્રમુખો, જિલ્લા પ્રમુખ સહિત કાર્યકારો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે