Gujarat Congressના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરના નિવેદનથી ગરમાઈ રાજનીતિ! પોલીસ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે... સાંભળો તેમના નિવેદનને..


  • Published By :
  • Published Date : 2024-05-02 12:47:26

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. મતદાનને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નેતાઓ દ્વારા આપવામાં આવતા નિવેદનો ચર્ચાનો વિષય બનતો હોય છે... ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપ પર અને પોલીસ પર આકરા પ્રહારો કર્યા છે...  નિવેદન આપતા તેમણે કહ્યું કે  ચૂંટણીના બે દિવસ બાકી હશે અને લાલ-લીલું પાણી ઉતરશે. આ લાલ-લીલું પાણી ભાજપવાળા વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે...

જગદીશ ઠાકોરે પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

લોકસભા ચૂંટણીના દિવસો નજીકમાં છે.. દરેક રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે... ચૂંટણી નજીક આવતા અનેક જગ્યાઓ પર સભાઓ ગજવવામાં આવી રહી છે... આ સભાઓમાં અનેક વખત નેતાઓ દ્વારા એવા નિવેદનો આપવામાં આવતા હોય છે જેની ચર્ચાઓ થાય છે... પોલીસ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યા છે. ત્યારે ફરી એક વખત પોલીસ અને ભાજપને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આડેહાથ લીધી હતી. નસવાડીના કડુલી મહુડી ખાતે યોજાલેલી કોંગ્રેસની સભામાં તેમણે પોલીસને લઈ નિવેદન આપ્યું હતું... જગદીશ ઠાકોર દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે રાજનીતિ ગરમાઈ છે..


શું કહ્યું જગદીશ ઠાકોરે? 

પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે  ચૂંટણીના બે દિવસ બાકી હશે અને લાલ-લીલું પાણી પાણી ઉતરશે. આ લાલ-લીલું પાણી ભાજપવાળા વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે... જેને દારૂબંધી બંધ કરવી છે તે પેટીઓની પેટીઓ ઉતારશે... એ રૂપિયા આપશે અને પાછા તમને બે-ચાર દહાડા નશામાં રાખી નાના-મોટી લાલચ આપી તમને મત આપવા જતા રોકશે. એ કાવતરાથી તમે ચેતો હું તમને ચેતવવા આવ્યો છું. તે સિવાય તેમણે નામ લીધા વગર ભાજપ પર પ્રહાર કર્યા હતા...!    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.