રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિકને મળી મોટી જવાબદારી, ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કરાઈ નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-08-17 19:54:06

ગુજરાત કોંગ્રેસમાં મહત્વના ફેરફારો થઈ રહ્યા છે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદે શક્તિસિંહ ગોહિલની વરણી બાદ હવે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે વાસનિકની નિમણુંક કરવામાં આવી છે. કોંગ્રેસમાં આ થઈ રહેલા આ પરિવર્તનો લોકસભાની ચૂંટણીને લઈને કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રઘુ શર્માના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસમાં પ્રભારીનું પદ ખાલી હતું. મૂળ મહારાષ્ટ્રના મુકુલ વાસનીકને ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે.


શક્તિસિંહ ગોહિલે નિમણૂકને આવકારી  


પ્રદેશ કોંગ્રેસના પ્રભારી તરીકે મુકુલ વાસનિકની વરણીને શક્તિસિંહ ગોહિલે પણ આવકારી છે.  પ્રભારીની નિમણૂંક સાથે હવે ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ મોટા ફેરફાર થશે તેવું નક્કી મનાઈ રહ્યું છે. કેન્દ્રમાં મોટું નામ ધરાવનાર મુકુલ વાસનીક ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી છે અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ રહી ચુક્યા છે. ત્યારે 2014 અને 2019માં તમામ 26 બેઠકો હારેલી કોંગ્રેસ માટે મુકુલ વાસનિક વાસનિક કેવો ચમત્કાર કરે છે તેના પર સૌની નજર રહેશે.  


માત્ર 25 વર્ષની ઉંમરે બન્યા હતા સાંસદ


મુકુલ વાસનિકે નાગપુર યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ લઈને NSUI સાથે જોડાઈને રાજકીય કરિયર શરૂ કરી હતી. મુકુલ વાસનિક સૌથી નાની વયે સાંસદ બનનાર નેતા છે અને તેમણે પિતાનો રેકોર્ડ તોડીને માત્ર 25 વર્ષની ઉંમરે એ જ બુલઢાણા બેઠક પરથી સાંસદ બનવાનો રેકોર્ડ સ્થાપ્યો હતો. તેઓ કેન્દ્રની યુપીએ સરકારમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પણ રહી ચૂક્યાં છે. વર્ષ 2009થી 2014 સુધી તેમણે મહારાષ્ટ્રની રામટેક બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ પણ છે. વર્ષ 2022માં તેમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે