કોંગ્રેસ હાઈકમાન્ડનો મહત્વનો નિર્ણય, ગુજરાતના આ ટોચના પાંચ નેતા ચૂંટણી નહીં લડે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 17:49:28

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ પાર્ટી તેની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં વ્યસ્ત બની છે. રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસે પણ યુવા નેતૃત્વને પુરતું પ્રોત્સાહન મળે પુરતી તક મળે અને તે આગળ આવે તે માટે ખાસ પ્રયાસો હાથ ધર્યા છે. પાર્ટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ હાઈકમાન્ડના ટોચના પાંચ નેતાઓએ આગામી વિધાન સભાની ચૂંટણી નહીં લડે. જો કે રસપ્રદ બાબત તે પણ છે કે 2017માં પણ કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ વિધાનસભાની ચૂંટણી હારી ગયું હતું. આ નેતાઓમાં અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલનો સમાવેશ થાય છે.


કયા 5 નેતા ચૂંટણી નહીં લડે


કોંગ્રેસ હાઇકમાન્ડએ યુવા નેતૃત્વને તક મળે તે માટે ખાસ ચૂંટણી રણનિતી બનાવી છે. જે અંતર્ગત ઉચ્ચ પદસ્થ નેતાઓને સાઇડટ્રેક કરીને નવા નેતાઓને તક આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહીલ અને સિદ્ધાર્થ પટેલ ચૂંટણી નહીં લડે. કેટલાકના મતે આ યાદીમાં અન્ય નેતાઓનો પણ સમાવેશ થઈ શકે છે.


કોંગ્રેસનાં ઉચ્ચ નેતૃત્વ પર હતું દબાણ


ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર યુવા નેતૃત્વ સાથે અન્યાયના આરોપો થયા રહ્યા છે. યુવાનોને આગળ નહીં કરવા તથા પાર્ટી સંગઠનમાં તેમને કોઈ જવાબદારી નહીં આપવાના કારણે આ ટોચના નેતાઓ પર પહેલાથી દબાણ હતું. રાજ્ય કોંગ્રેસમાં યુવા નેતૃત્વ વિકસે અને અને તેમની પ્રતિભા ખીલે તે માટે પુરતી તક જ મળતી ન હતી. આ જ કારણે યુવાઓ કોંગ્રેસથી દુર થઈ રહ્યા છે. હાર્દિક પટેલ અને વિશ્વનાથસિંહ વાઘેલા સહિત અનેક યુવા નેતાઓ પાર્ટીમાંથી રાજીનામા આપી ચુક્યા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે