Gujarat: બાકી રહેલી 7 Loksabha બેઠકોમાંથી 3 બેઠકો માટે ઉમેદવારોના નામ Congressએ કર્યા જાહેર, જાણો Rajkot બેઠક પર ઉમેદવાર તરીકે કોના નામની ચર્ચા?


  • Published By :
  • Published Date : 2024-04-05 11:30:22

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે વધુ ત્રણ ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. થોડા દિવસો પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોંગ્રેસ ગમે ત્યારે  ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે ત્યારે ગઈકાલે કોંગ્રેસે ગુજરાત માટે વધુ ત્રણ ઉમેદવારોની ઘોષણા કરી દીધી છે જે ચૂંટણી મેદાનમાં ઉતરવાના છે... ત્રણ ઉમેદવારોની વાત કરીએ તો જૂનાગઢથી કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ટિકીટ આપી છે, વડોદરાથી કોંગ્રેસે જશપાલ પઢિયારને ટિકીટ આપી સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીક મકવાણાને ટિકીટ આપવામાં આવી. મહત્વનું છે હજી પણ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની ઘોષણા નથી કરવામાં આવી... 

કોંગેસે ગઈકાલે ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ કર્યા જાહેર

ભારતીય જનતા પાર્ટી દ્વારા થોડા સમય પહેલા ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવ્યા. એક તરફ ભાજપમાં લોકસભા ચૂંટણી માટે જાહેર કરેલા ઉમેદવારોને લઈ અનેક જગ્યાઓ પર વિવાદ ચાલી રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસે ગુજરાત માટે વધુ ત્રણ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની 7 બેઠકો માટે કોગ્રેસે ઉમેદવાર જાહેર ન કર્યા હતા પરંતુ ગઈકાલે ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કરવામાં  આવ્યા છે. ઉમેદવાર તરીકે અનેક નામોની ચર્ચા ચાલી રહી હતી કે આમને ટિકીટ મળી શકે છે ત્યારે ત્રણ ઉમેદવારના નામની ઘોષણા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. 


કોની કઈ બેઠક માટે કોંગ્રેસે કરી પસંદગી? 

જો ઉમેદવારના નામની વાત કરીએ તો વડોદરાથી કોંગ્રેસે જશપાલ પઢિયારને ટિકીટ આપી સુરેન્દ્રનગરથી કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને ટિકીટ આપવામાં આવી. મહત્વનું છે હજી પણ ચાર બેઠકો એવી છે જ્યાં ઉમેદવારના નામની ઘોષણા નથી કરવામાં આવી. ત્રણ બેઠકો માટે ઉમેદવારના નામ તો જાહેર કર્યા પરંતુ હજી પણ 4 ઉમેદવારો જાહેર થવાના બાકી છે. જેમાં મહેસાણા, અમદાવાદ પૂર્વ, નવસારી અને રાજકોટ બેઠક માટે ઉમેદવારનો સમાવેશ થાય છે. સૌથી પહેલા વડોદરાના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારની વાત કરીએ. હાલ આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ભાજપ સામે આવી ગયો છે એવામાં કોંગ્રેસે વડોદરામાં ક્ષત્રિય ઉમેદવારને મેદાને ઉતાર્યા છે!  


ઋત્વિક મકવાણા છે કોંગ્રેસના ઉમેદવાર સુરેન્દ્રનગરથી 

હવે વાત જુનાગઢ બેઠકની કરી તો ત્યાં રાજેશ ચૂડસમાં સામે હીરાભાઈ જોટવાને પાર્ટીએ પસદ કર્યા છે હીરાભાઈ જોટવા રાજકારણમાં અગ્રણી નેતા છે, તેઓ 1991 થી રાજનીતિમાં સક્રિય છે.સાથે જ આહીર સમાજના અગ્રણી છે અને આટલા વર્ષોથી એ રાજકારણમાં છે એટલે એમને જુનાગઢથી ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે 2017ની વિધાનસભા ચૂંટણ જીતેલા અને 2022માં વિધાનસભા ચૂંટણી હારેલા ઋત્વિક મકવાણાને સુરેન્દ્રનગરથી ટિકિટ આપી છે. શિક્ષિત અને તળપદા કોળી જ્ઞાતિના જાણિતા ચહેરા હોવાથી કોંગ્રેસે સુરેન્દ્રનગર બેઠક પર તેમની પસંદગી કરી છે તેવું માનવામાં આવે છે. 



રાજકોટ બેઠક પર કોંગ્રેસ કોને બનાવશે ઉમેદવાર? 

મહેસાણામાં ભાજપે હરિ પટેલને ટિકિટ આપી છે તો કોંગ્રેસ હજુ સુધી ઉમેદવારને લઈ મનોમંથનમાં છે, તો અમદાવાદ પૂર્વ બેઠકને લઈ પણ કોંગ્રેસ અસમંજસમાં છે. ચર્ચાસ્પદ બેઠક રાજકોટની વાત કરવામાં આવે તો અહીં પરષોત્તમ રૂપાલા સામે કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવવો તે પણ વિચાર હેઠળ હોય તેવું અત્યારે જણાઈ રહ્યું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સામે નવસારી બેઠક પર પણ કોંગ્રેસે અત્યાર સુધી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. રાજકોટ બેઠક માટે કોંગ્રેસ 2 દિવસમાં ઉમેદવાર જાહેર કરી શકે છે. જેમાં હિતેશ વોરા, ડૉ.હેમાંગ વસાવડા અથવા પરેશ ધાનાણીને કોંગ્રેસ ટિકિટ આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે જોવું રહ્યું કે બાકીની ચાર બેઠકો પર કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે... ? 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે