ગુજરાતમાં કોરોનાના નવા 304 કેસ, કુલ 2091 એક્ટિવ કેસ, 05 દર્દીઓ વેન્ટિલેટર પર


  • Published By :
  • Published Date : 2023-04-19 20:38:23

રાજ્યમાં આજે કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા કેસ 323 કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ 381 દર્દીઓ સારવાર બાદ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.98 ટકા નોંધાયો છે. 


કુલ 2091 એક્ટિવ કેસ 


રાજ્યમાં કોરોનાના કુલ 2091 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2086 દર્દીઓની હાલત હાલ સ્થિર છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12,74,958 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11072  લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 


રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા?  


અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ- 111 તે ઉપરાંત વડોદરા કોર્પોરેશન - 29, મહેસાણા - 25, સુરત કોર્પોરેશન - 15, વલસાડ - 13, ભરૂચ - 12, ગાંધીનગર - 11, સાબરકાંઠા - 9, ગાંધીનગર કોર્પોરેશન - 8, આણંદ - 6, રાજકોટ કોર્પોરેશન - 6, સુરેન્દ્રનગર - 6, અમરેલી - 5, મોરબી - 5, નવસારી - 5, પાટણ - 5, ભાવનગર - 4, રાજકોટ - 3, બનાસકાંઠા - 2, દાહોદ - 2, જામનગર કોર્પોરેશન - 2, પંચમહાલ - 2, અમદાવાદ - 1, ભાવનગર કોર્પોરેશન - 1, ગીર સોમનાથ - 1, ખેડા - 1, કચ્છમાં - 1 કેસ નોંધાયો છે.



રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે જ્યારે કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે.. અમેઠીમાં સ્મૃતિ ઈરાની છે ભાજપના ઉમેદવાર.

પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..