રાજ્યમાં આજે કોરોનાના 119 કેસ, સૌથી વધુ 62 કેસ અમદાવાદમાં નોંધાયા


  • Published By :
  • Published Date : 2023-03-16 21:26:18

રાજ્યમાં કોરોનાના કેસ દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 119 દર્દી નોંધાયા છે. સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના 62 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 435 પર પહોંચી ગઈ છે. હાલમાં રાજ્યમાં 4 લોકો વેન્ટીલેટર પર અને 431 લોકોની હાલત સ્ટેબલ છે. આજે કોરોનાને કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી.


અમદાવાદમાં કોરોનાના કેસ વધ્યાં


અમદાવાદમાં હાલના કોરોના એક્ટિવ કેસનો આંકડો 178 ઉપર પહોંચ્યો છે. સૌથી વધુ 49 કે, પશ્ચિમ ઝોનમાં છે. AMC સંચાલિત હોસ્પિટલોમાં 7300 બેડ તૈયાર રાખવા સૂચના આપવામાં આવી છે. ખાનગી હોસ્પિટલોની જરૂર ઉભી થાય તે માટે પણ સંચાલકોને જાણ કરવામાં આવી છે. શહેરમાં હાલ ત્રણ સંજીવની રથ કાર્યરત કરવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 18 માસનું બાળક કોરોના પોઝિટિવ આવ્યું છે. ઓક્સિજન, દવાનો જથ્થો અને સંસાધન પૂરતા માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે.


અમદાવાદમાં રસીનો જથ્થો ખુટ્યો


કોરોનાના વધતા કેસો વચ્ચે અમદાવાદ શહેરમાં વેક્સિનનો જથ્થો ખુટી પડ્યો છે. કોવિશિલ્ડના જથ્થા માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરાઈ છે. કોવેક્સીનનો જથ્થો એકથી બે દિવસ ચાલે એટલો હોવાની સ્થિતિ ઉભી થવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં બે માસ બાદ ફરી વેકસીનનો જથ્થો ખૂટી પડ્યો છે. જાન્યુઆરી માસમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને રસી પૂરી પાડ્યા બાદ AMCને 5 લાખ ડોઝ પુરા પાડવામાં આવ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે