Gujarat: ફરી એક પરીક્ષામાં છબરડો! Gujarat Universityની BSC Sem-6ની Examમાં થયું એવું કે વિદ્યાર્થીઓ પરેશાન થયા! સાંભળો યુવરાજસિંહની પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2024-04-05 15:15:02

આપણી સામે એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જે બાદ મનમાં વિચાર આવે કે શિક્ષણમાં આવા છબરડા કેવી રીતે ચલાવી લેવાય? કોઈ વખત શાળામાં ચાલતી પરીક્ષાનું પેપર ફૂટે છે તો કોઈ વખત યુનિવર્સિટીમાં પરીક્ષા કોઈ બીજા વિષયની હોય અને પ્રશ્ન પત્ર બીજા વિષયનું આપવામાં આવ્યું હોય....? યુનિવર્સિટીની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત યુનિવર્સિટીથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં B.sc સેમેસ્ટર 6ની પરીક્ષામાં વિદ્યાર્થીઓેને જે પ્રશ્ન પત્ર બીજા દિવસે પૂછાવાનું હતું તે એક દિવસ પહેલા પૂછી લેવામાં આવ્યું! પેપર જોઈ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ અને ડરી ગયા હતા... મળતી માહિતી અનુસાર યુનિવર્સિટી દ્વારા ભૂલ સુધારી દેવામાં આવી. હાથથી લખવામાં આવેલું પ્રશ્ન પત્ર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું. 

આ પરીક્ષામાં છબરડો થયા હોવાની ઘટના સામે આવી! 

શિક્ષણ વિભાગ અનેક વખત ચર્ચામાં રહેતો હોય છે કારણ કે ત્યાંથી આવતા સમાચાર આપણને અનેક વખત વિચારવા મજબૂર કરી દેતા હોય છે.. ગુજરાત યુનિવર્સિટીની વાત એટલા માટે કરવી છે કારણ કે ત્યાંથી છબરડો સામે આવ્યો છે અને એવો છબરડો કે વિદ્યાર્થીઓ અસમંજસમાં મૂકાઈ ગયા...  જે વિષયનું પેપર બીજા દિવસે પૂછાવાનું હતું તે આગલા દિવસે આપી દેવામાં આવ્યું. અને આ છબરડો ગુજરાત યુનિવર્સિટીમાં થયો છે અને BSC સેમેસ્ટર ૬ની પરીક્ષામાં. 



યુવરાજસિંહે આ ઘટના બાદ પૂછ્યા અનેક સવાલ  

પ્રાપ્ત વિગતો પ્રમાણે વનસ્પતિ શાસ્ત્ર એટલકે botany વિષયમાં જે બીજા દિવસે જે પ્રશ્ન પત્ર પૂછાવાનું હતું તે એક દિવસ પહેલા પૂછાઈ ગયું. બેદરકારેની લીધે આ પેપર એક કે -બે સેન્ટરો પર નહીં પરંતુ ૪ -૫ સેન્ટરો પર પહોંચી ગયા. પેપર જોયા બાદ વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ ગયા. વિદ્યાર્થીઓની માથાકુટ બાદ પરીક્ષા 11 વાગે શરૂ થવાની હતી તે 12.30 વાગ્યે શરૂ થઈ.. આ અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે... યુવરાજસિંહ જાડેજાએ પૂછ્યું કે જેના કારણે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા થયા તેના પર કાર્યવાહી કરાશે?   

   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે