ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા છે, પણ આજે ભાજપને કોંગ્રેસ જોરદાર ફટકો મારતા ભાજપની એક વિકેટ ખેરવી નાખી છે. ડભોઈ મતવિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર આજે કોંગ્રેસ જોડાતા ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે તેમણે વર્ષ 2012માં સિદ્ધાર્થ પટેલને પણ કાંટાની ટક્કર આપી હતી.
ભાજપનાં પૂર્વ MLA બાલકૃષ્ણ ઢોલરે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
વિધાનસભાની ચૂંટણી પહેલા ત્રણેય પાર્ટીઓમાં પક્ષપલટાને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે. ભાજપનાં પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલર કોંગ્રેસમાં જોડાઈ જતા વડોદરા જિલ્લામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે.
ભાજપથી અસંતુષ્ટ ઢોલરે આખરે કોંગ્રેસનો હાથ પકડ્યો
બાલકૃષ્ણ ઢોલર છેલ્લા ઘણા સમયથી ટિકિટના મુદ્દે ભાજપથી નારાજ હતા. વળી 2012માં પણ તેઓ ભાજપથી ચૂંટાઈ આવ્યા છે. આ દરમિયાન તેમણે 5 હજાર મતથી સિદ્ધાર્થ પટેલને હરાવ્યા હતા. તેવામાં બાલકૃષ્ણ ઢોલર હવે કોંગ્રેસમાં જોડાઈ જતા રાજકારણમાં નવાજૂનીના એંધાણ જણાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બાલકૃષ્ણ ઢોલર ભાજપ વડોદરાના જિલ્લાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
                            
                            





.jpg)








