રાધનપુરમાં ટિકિટ માટે આંતરકલહ શરૂ, અલ્પેશ ઠાકોર સામે લવિંગજી અને નાગરજી સમીમાં શક્તિપ્રદર્શન કરશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 14:15:27

કોઈ પણ ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓના નેતાઓ વચ્ચે ટિકિટ મેળવવા માટે ખેંચતાણ શરૂ થઈ જતી હોય છે. હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે પણ ટિકિટને લઈ રાજકારણ ગરમાયું છે. રાધનપુર વિધાનસભા બેઠકની ટીકીટને લઈ ભાજપમાં જ કકળાટ શરૂ થયો છે. 


અલ્પેશ ઠાકોર સામે રાધનપુરમાં વિરોધ શરૂ


રાધનપુર વિધાનસભા બેઠક માટે ભાજપમાં આંતરવિરોધ શરૂ થઈ ગયો છે. પાર્ટીમાં આંતરિક મતભેદો ખુલીને બહાર આવી ગયા છે. ભાજપના પ્રદેશ પ્રમખ સીઆર પાટીલે અલ્પેશ ઠાકોરને આડકતરી રીતે રાધનપુર બેઠક માટે શુભેચ્છાઓ આપતા સ્થાનિક ભાજપના નેતાઓ ટિકિટ માટે ચણભણ શરૂ કરી દીધી છે.  રાધનપુરમાં 'જીતશે સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક જીતશે સ્થાનિક' તેવું લખાણવાળી પત્રિકા થઈ ફરતી. ટિકિટ મુદ્દે રાધનપુરમાં ખુદ ભાજપ સામે હવે ભાજપ આવી ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 

 


લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરનું સમીમાં શક્તિ પ્રદર્શન


અલ્પેશ ઠાકોરના વિરોધમાં સ્થાનિક નેતાઓ પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોર છે. તેમણે ટીકીટ માંગ ને લઈ પ્રયાસો શરૂ પણ કરી દીધા છે. સમીના રણાવાડા ગામે લવિંગજી ઠાકોર અને નાગરજી ઠાકોરની આગેવાનીમાં મહાસંમેલન યોજીને શક્તિપ્રદર્શન કરશે. 11 ઓક્ટોબરે યોજાનારા આ મહાસંમેલનમાં અઢારે આલમ સમાજનાં લોકો હાજર રહે તેવુ મનાય છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.