સરકાર વિરોધી માહોલથી ચિંતિંત અમિત શાહ આજે કમલમમાં યોજશે હાઈ લેવલની બેઠકો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 13:10:06

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે સરકાર વિરોધી ધરણા-પ્રદર્શનોએ સરકારની ચિંતા વધારી છે. છેલ્લા 27 વર્ષથી શાસન કરતા ભાજપની નેતૃત્વ વિરૂધ્ધ લોકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર આ 'એન્ટી ઈન્કમ્બન્સી' ખાળવા માટે તમામ પ્રયાસો કરી રહી છે જો કે હજુ સુધી જોઈએ તેવી સફળતા મળી નથી. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પણ હવે મેદાનમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બે દિવસના તેમના પ્રવાસ દરમિયાન ચૂંટણી રેલીને સંબોધી હતી.  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાલ ગુજરાતની મુલાકાતે છે. અમિત શાહ આજે પાર્ટીના સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠક કરશે.


અમિત શાહની આજે કોર કમિટીના સભ્યો સાથે બેઠક


અમિત શાહ કોઈ પણ રીતે ભાજપનો ગઢ બચાવવા કૃતસંકલ્પ છે. ગુજરાતમાં ભાાજપનું શાસન ટકી રહે તે માટે આજે અમિત શાહ ચાર બેઠકો કરશે. આ બેઠકોની તૈયારીને લઈ ભાજપ કાર્યાલયમાં ધમધમાટ  જોવા મળા રહ્યો છે. અમિત શાહ પ્રદેશના વિવિધ મોરચાના પ્રમુખ સાથે બેઠક કરશે. વિધાનસભા ચૂંટણીના ઈન્ચાર્જ, ભાજપની કોર કમિટીના સભ્ય સાથે પણ તેમજ  વ્યવસ્થાપક ટીમ સાથે અમિત શાહની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.


શા માટે ભાજપ માટે ગુજરાતની ચૂંટણી મહત્વની?


આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર થશે. રાજ્યમાં આપને મધ્યમ વર્ગનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે. હવે આ જ મધ્યમ વર્ગ ભાજપની પણ કોર વોટ બેંક છે. જો કે અસહ્ય મોંઘવારી, મોંઘુ શિક્ષણ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, તથા રાજ્યમાં વધી રહેલી દારૂ અને ડ્ર્ગ્સના વેચાણથી મધ્યમ વર્ગ ભાજપથી વિમુખ થઈ રહ્યો છે. તો બીજી બાજુ આપના નેતા કેજરીવાલે રાજ્યના લોકો માટે વિવિધ ગેરન્ટી યોજનાઓની જાહેરાત કરી છે. આ કારણે ભાજપના ટોચનું નેતૃત્વ ખુબ જ ચિંતિત છે. જો ભાજપ ગુજરાતમાં ચૂંટણી હારી જાય તો તેની સીધી વિપરીત અસર 2024ની લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે. આ કારણે ભાજપ માટે આ વખતની ચૂંટણીમાં કરો યા મરો જેવી સ્થિતી સર્જાઈ છે. ભાજપની ટોચની નેતાગીરી પણ તમામ દમદાર તૈયારીઓ અને રાજકીય સમીકરણોના સોગઠા સાથે  મેદાનમાં ઉતરશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે