Gujarat : ડુંગળીની નિકાસ પર લગાવેલા પ્રતિબંધનો ખેડૂતોએ કર્યો વિરોધ, રસ્તા પર ડુંગળી ફેંકી અને રસ્તા કર્યા ચક્કાજામ


  • Published By :
  • Published Date : 2023-12-14 14:31:00

ડુંગળીના નિકાસ પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નિકાસ બંધની સીધી અસર ખેડૂતોની આવક પર પડી છે. સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો જેને કારણે જગતના તાત ચિંતિત બન્યા છે. નિકાસ બંધીના નિર્ણય પર ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ખેડૂતોએ ડુંગળી ફેંકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અનેક જગ્યાઓથી ખેડૂતો વિરોધ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડુંગળીનો નિકાસ ફરી શરૂ કરવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોના વિરોધને લઈ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. પ્રતિક્રિયા આપતા આંબલિયાએ કહ્યું કે સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ છે. 


Onion Export Ban: Farmers protested by throwing onions on the highway in Gondal for not getting enough price of onions ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ગોંડલમાં ખેડૂતોનો આક્રોશ, હાઇવે પર ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો

સરકારે ડુંગળીના નિકાસ પર મૂક્યો પ્રતિબંધ       

ગરીબોની કસ્તુરી ડુંગળીને માનવામાં આવે છે. રોટલો અને ડુંગળી ખાઈને અનેક પરિવારો ગુજરાન ચલાવતા હોય છે. નિકાસને ધ્યાનમાં રાખી, સારી કમાણી થઈ શકે તેવી આશા સાથે ખેડૂતોએ આ વખતે ડુંગળીનું વાવેતર વધારે કર્યું છે. એક તરફ ખેડૂતોએ સારી કમાણીની આશા રાખી પરંતુ દર વખતની જેમ ખેડૂતોના પડ્યા પર પાટું પડ્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું. નિકાસ પર પ્રતિબંધ મૂકાવવાને કારણે ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ ગયો છે. એક સાથે મોટા પ્રમાણમાં ભાવ ઘટાડો થવાને કારણે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને અનેક યાર્ડોમાં હરાજી બંધ કરવામાં આવી છે.




ખેડૂતોએ રસ્તા પર કર્યો ચક્કાજામ

નિકાસ પર લાગેલો પ્રતિબંધ હટી જાય તે માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. રસ્તા પર ખેડૂતો ઉતરી આવ્યા છે. ખેડૂતોએ અનેક હાઈવે પર ચક્કાજામ કર્યું છે. ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. નિકાસના વિરોધમાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. જૂનાગઢ નેશનલ હાઈવે પર પણ ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત જામનગરથી પણ કંઈક આવા જ સમાચાર, આવા જ દ્રશ્યો સામે આવ્યા. નિકાસ પર પ્રતિબંધ લાગવાને કારણે મોટા પ્રમાણમાં ભાવમાં ઘટાડો થયો છે. 


પાલભાઈ આંબલિયાએ નિકાસ બંધી પર આપી પ્રતિક્રિયા

એક તરફ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમના કહેવા અનુસાર  સરકારના ચાવવાના અને બતાવવાના દાત અલગ છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી. ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા સરકારે નિકાસબંધી કરી દીધી. ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી દીધી હતી. આમ જ્યારે જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈને કોઈ નિર્ણય લે છે જેના કારણે ખેડૂતો પૂરતા ભાવ મળતા નથી.


ખેડૂતોની હાલત પ્રતિદિન બની રહી છે કફોડી!

ડુંગળીના નિકાસ પર લાગેલા પ્રતિબંધને હટાવવા માટે ખેડૂતો માગ કરી રહ્યા છે. ખેડૂતોને આ નિર્ણયને કારણે રડવાનો વારો આવ્યો છે. નિકાસ પર પ્રતિબંધ લગાવવાને કારણે ડુંગળીના ભાવ સાવ નીચે આવી ગયા છે જેને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવું પડી રહ્યું છે. મહત્વનું છે કે વાતાવરણમાં પણ જો કોઈ ફેરફાર આવે છે તો તેની સીધી અસર ખેડૂતોની આવક પર પડતી હોય છે. વરસાદ વધારે થાય તો પણ ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે તો કોઈ વખત વરસાદ ન થવાને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી