ગુજરાતનું નવું નાણાકીય વર્ષ આગામી વર્ષથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત સરકારના નાણા વિભાગે ગાઈડલાઈન જાહેર કરીને તમામ વિભાગોને સૂચના આપી છે કે ખર્ચો ઘટાડો અને નવું મહેકમ મંજૂર કરવામાં ધ્યાન આપો. વર્ષ 2023-24ના બજેટને ધ્યાનમાં રાખીને સૂચના આપવામાં આવી છે. 
ગુજરાતમાં નો ન્યૂ કોન્ટ્રાક્ટ
ગુજરાત સરકારના નાણાવિભાગે ક્લાસ ફોરના કર્મચારીઓની કામગીરી માટે આઉટસોર્સિંગની નવી જગ્યાઓ નહીં ભરવાની જાહેરાત કરી દીધી છે. આઉટસોર્સિંગના કર્મચારીઓને માટે સમાચાર છે કે આ નિર્ણય પરથી કહી શકાય કે નવી ભરતી કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી. નાણા વિભાગની આ ગાઈડલાઈનમાં જાણ કરી છે કે અધિકારીઓ માટે નવા વાહનોની ખરીદીમાં કરકસર કરવાની રહેશે.
                            
                            





.jpg)








