ગુજરાતના માછીમારોની દિવાળી સુધરી, 80 માછીમારોને પાકિસ્તાનની કરાંચી જેલમાંથી મુક્ત કરાયા


  • Published By :
  • Published Date : 2023-11-11 17:46:58

પાકિસ્તાને કરાચી જેલમાં બંધ 80 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે, આ તમામ માછીમારોને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. પાકિસ્તાની સરકારના એક અભિયાન હેઠળ ગેરકાયદે વિદેશી પ્રવાસીયોને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. આ તમામ ભારતીય માછીમારોને ભારે સુરક્ષા વચ્ચે અલ્લામા ઈકબાલ એક્સપ્રેસ ટ્રેન દ્વારા વાઘા બોર્ડર મોકલવામાં આવ્યા હતા. ગુજરાતના ફિશરીઝ ડિપોર્ટમેન્ટના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના અધિકારીઓની એક ટીમ અમૃતસરમાં તેમનું સ્વાગત કરશે.  


77 માછીમારો ગુજરાતના


પાકિસ્તાન ફિશરકોક ફોરમ (PFF)ના મહા સચિવ સઈદ બલોચે 10 નવેમ્બરે પોસ્ટ કરી 80 ભારતીયને મુક્ત કરવાની જાણકારી આપી હતી.  પાકિસ્તાને મુક્ત કરેલા 80 માછીમારો પૈકીના 77 માછીમારો ગુજરાતના છે, તેમાં પણ 59 સોમનાથ, 15 દ્વારકા, 2 અમરેલી, એક જામનગર 3 દીવ, દમણ અને દાદરા નગર હવેલીથી છે. પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરીટી એજન્સી (PMSA)એ સપ્ટેમ્બર અને નવેમ્બર 2020 દરમિયાન આ 80 માછીમારોની માછલી પકડતા અટકાયત કરવામાં આવી હતી. પાકિસ્તાની જેલમાં જુલાઈ સુધી 266 ભારતીય માછીમારો બંધ હતા, તેમાંથી બે ઓગસ્ટ અને એક ઓક્ટોબરમાં અવસાન પામ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે