Gujarat : Congress ઉમેદવારોના નામ જાહેર કરે તે પહેલા GeniBen Thakorએ શરૂ કરી દીધો પ્રચાર! વીડિયો વાયરલ થયો જેમાં તે કહી રહ્યા છે કે....


  • Published By :
  • Published Date : 2024-03-11 11:37:31

કોંગ્રેસે થોડા દિવસો પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. પ્રથમ યાદીમાં કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી ત્યારે હવે એવી માહિતી સામે આવી છે કે આજે અથવા આવતી કાલે કોંગ્રેસ ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી શકે છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામને લઈ મંથન કરવામાં આવી ગયું છે માત્ર જાહેરાત કરવાની બાકી છે અને એ જાહેરાત થોડા કલાકોની અંદર થઈ શકે છે તેવી માહિતી મળી છે. બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામની પણ જાહેરાત થઈ શકે છે. 24 બેઠકોમાંથી આ યાદીમાં 8થી 10 ઉમેદવાર હોઈ શકે છે. ગુજરાતની વાત કરીએ તો એવું માનવામાં આવી રહ્યું છે કે ધારાસભ્યોને જ કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર ઘોષિત કરી શકે છે. 

ગુજરાતના 8કે 10 ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત! 

ગયા શનિવારે જ્યારે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારથી બધા કોંગ્રેસના યાદીની રાહ જોઈ રહ્યા હતા. ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી જ્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જ જાહેરાત કરી. ઉમેદવારોની બીજી યાદી કોંગ્રેસ આજે અથવા તો આવતી કાલ સુધીમાં જાહેર કરી શકે છે તેવી માહિતી સામે આવી રહી છે. ગુજરાતની અનેક બેઠકો માટે ઉમેદવારના નામની જાહેરાત આ યાદીમાં થઈ શકે છે તેવી માહિતી છે. ગુજરાતની 8થી 10 બેઠકો માટે કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરી શકે છે. 



બનાસકાંઠામાં જોવા મળી શકે છે મહિલા Vs મહિલાનો જંગ!

એક તરફ ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતની બેઠકો માટે નામની જાહેરાત થઈ શકે છે તો બીજી તરફ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હોય તેવું લાગે છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા તેમણે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોરે ચૂંટણીને લઈ હુંકાર ભર્યો છે. મહત્વનું છે કે જો કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને ચૂંટણી મેદાનમાં બનાસકાંઠાથી ઉતારે તો ત્યાં મહિલા Vs મહિલાનો જંગ જોવા મળી શકે છે. ભાજપે ત્યાં માટે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. 



ગેનીબેન ઠાકોરે લોકોને અપીલ કરતા કહ્યું કે... 

સોશિયલ મીડિયા પર એક વીડિયો ગેનીબેન ઠાકોરનો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે લોકોને અપીલ કરી રહ્યા છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં ગેનીબેન લોકોને કહી રહ્યા છે કે  “આપણી પાસે ક્યાં મોટી મોટી ગાડીઓ છે, તમારી પાસે જે હોય તે લઇને આવજો. આપણી પાસે હોન્ડા હોય તો હોન્ડા લઇને આવજો, રિક્ષા હોય તો તે લઇને આવજો, ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર લઇને આવજો. બધા બહેનોને પણ લાવજો. આપણે ઢોલનગારા સાથે ફોર્મ ભરવાનું છે ઢીલું-પોચું નથી ભરવાનુ.” તે ઉપરાંત તેમણે કહ્યું કે “મામેરામાં હું તમારી પાસે પૈસા, હીરા, મોતી નથી માંગતી ફક્ત બે જ દિવસ માંગુ છું. પહેલા દિવસે તેમે કડેધડે ફોર્મ ભરવા આવો અને એક દિવસ તમે મતદાન કરવા આવો ત્યારે 80થી 90 ટકા મતદાન થાય. મારા આ બે દિવસના રૂડા પ્રસંગ તમે સાચવજો.” ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવે છે કે કોઈ બીજાને..


24 બેઠકો માટે કોંગ્રેસે એક ઉમેદવારના નામની નથી જાહેરાત! 

મહત્વનું છે કે ગુજરાત માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. 26માંથી 24 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે જ્યારે બે બેઠક પરથી આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારશે. આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે તો ભાવનગરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરી છે. ગુજરાત માટે કોંગ્રેસે 24 બેઠકોમાંથી એક પણ બેઠક માટે ઉમેદવાર નથી ઘોષિત કર્યા.   



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.