સરકાર સામે ચાલી રહેલા 6 મોટા આંદોલનો સમેટાયાં, જાણો કઈ રીતે માંગણીઓ સંતોષાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 14:04:44

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વિવિધ કર્મચારી સંગઠનો તેમની પડતર માંગણીઓને લઈ આંદોલનો કરી રહ્યા છે. સરકાર પર પણ અસંતુષ્ટ કર્મચારીઓને મનાવવાનું ભારે દબાણ હતું. રાજ્ય સરકારે આંદોલન કરી રહેલા કર્મચારીઓ પ્રત્યે સમાધાનલક્ષી વલણ અપનાવ્યું હતું અને વરિષ્ઠ પ્રધાનોની કમિટી બનાવવામાં આવી હતી. સરકાર દ્વારા બનાવવામાં આવેલી સમિતિમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નાણાં મંત્રી કનુ દેસાઈ, માર્ગ મકાન મંત્રી જગદીશ પંચાલ, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ આંદોલન અને હડતાળની માંગણીઑના મુદ્દે સીધો સંવાદ કરે છે અને ત્યારબાદ નિર્ણય જાહેર કરે છે. સરકારની આ સમિતિના મંત્રીઑ આંદોલનકારીઓના આગેવાનો સાથે સીધી વાતચીત કરે છે અને તેમની દલીલો અને રજૂઆતો સાંભળે છે. સરકારની આ સમિતિ ધ્વારા આંગળવાડી કાર્યકર, આશા વર્કર કાર્યકર, કર્મચારી મહાસંઘ, માજી સૈનિક, એસ.ટી નિગમના કર્મચારીની હડતાળ, વન રક્ષકોની માંગણી મુદ્દે નિર્ણયો જાહેર કર્મી આંદોલનના સુખદ અંત આણ્યો છે.

 

સરકારે 5 હજાર અને 2 સાડી આપવાની જાહેરાત કરી આશા વર્કર આંદોલનનો અંત લાવ્યો


રાજ્ય સરકાર પાસે પોતાની પગાર વધારાની માંગ સાથે આંદોલન કરી રહેલી 45,000 જેટલી આશા વર્કર બહેનોનો મનાવવમાં સરકાર સફળ રહી હતી.  મંત્રીઓની કમિટી સાથે  4 આશા વર્કર બહેનોએ સ્વર્ણિમ સંકૂલમાંમિટિંગ યોજી  હતી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આશા વર્કર બહેનોના કામના વખાણ કર્યા હતા. સરકારે 5000 રૂપિયાની રકમ,  બે સાડીની માંગ સુધારી અને જરૂરી ફેરફાર કરી આપવાની જાહેરાત કરી હતી.  


સંયુક્ત કર્મચારી મોરચા અને કર્મચારી મહાસંઘનું આંદોલન સમેટાયું


મહાસંઘ અને મોરચાના રાજ્ય વ્યાપી આંદોલનને પગલે મંત્રીઓ અને અધિકારીઓ સાથે 6-7 વખત બેઠકો થઈ હતી. જે બાદ સરકારે જાહેરાત કરી, જેમાં રાજ્યના 2005 પહેલાં લાગેલા કર્મચારીઓને લાભ, 2016 થી બંધ સાતમાં પગાર પંચ લાભ, સરકાર કર્મચારીના મૃત્યુ પામનારને 8 ની જગ્યાએ 14 લાખ રૂપિયા આપવામાં આવશે અને 180 દિવસની પ્રસ્તુતિ રજા હવે 1 લા દિવસથી લાગુ કરવામાં આવશે જેમાં પગાર કપાત લાગશે નહિ, આ જાહેરાતો કરી રાજ્યના વર્ગ 3 કર્મચારીઓનું આંદોલન પૂર્ણ કર્યું હતું. જેમાં 9.50 લાખ કર્મચારીઓને લાભ થશે.


આંગણવાડી કાર્યકરને રૂ.10 હજાર અને આંગણવાડી તેડાગરને રૂ.5500 માનદ વેતન 


આંગણવાડી કાર્યકરોની માંગના પગલે અને જિલ્લા મથકો ઉપર આંગણવાડી કાર્યકરોના દેખાવો અને આંદોલન બાદ સરકારે નિર્ણય લીધો અને પગાર વધારો કર્યો જેમાં આંગણવાડી કાર્યકરને હાલ રૂ.7800 માનદ વેતન અપાતું હતું તેમાં રૂ.2200નો વધારો કરીને રૂ.10,000 માનદ વેતન ચૂકવાશે. એ જ રીતે આંગણવાડી તેડાગરને હાલ રૂ.3950 માનદ વેતન ચૂકવાતું હતું એમાં રૂ.1550નો વધારો કરીને હવે રૂ.5500 ચૂકવવામાં આવશે. જેના પરિણામે 51,229 આંગણવાડી કાર્યકર અને 51,229 આંગણવાડી તેડાગર માનદ કર્મીઓ અને તેમના પરિવારજનો ને લાભ મળશે.


માજી સૈનિકોની 14 મુદ્દાની માંગણી માટે ઉચ્ચ કક્ષાની સમિતિની જાહેરાત 


માજી સૈનિકોના 14 મુદ્દાની માંગણી સામે સરકાર દ્વારા હાઈ લેવલ - મોસ્ટ સિનિયર IAS અધિકારીઓની કમિટી બનાવી છે જે માજી સૈનિકોની માંગણીઓ મુદ્દે ચર્ચા કરી તેનો અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરશે. માજી સૈનિકો માટે બનેલી આ કમિટીની જાહેરાત બુધવારે ગાંધીનગર રેન્જ આઇ જી અભય ચૂડાસમા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ને જાહેર કરવામાં આવી હતી. માજી સૈનિકો એ સરકારની જાહેરાતને વધાવી લીધી હતી અને મીઠાઈ ખાઈને અને ગરબા કરીને આંદોલન પૂર્ણ કર્યું હતું.


ST નિગમના કર્મચારીઓની માગ સંતોષી


ગુજરાત સરકારના વાહન વ્યવહાર નિર્ગમન એસ.ટી.ના ડ્રાઈવર-કંડક્ટરના ગ્રેડ-પેમાં સુધારા સંદર્ભે ઈન્ક્રીમેન્ટ/નોશનલ ગણી અસર આપવાની અમલવારી, 17 ટકા મોંઘવારી ભથ્થુંની અસર, વિવિધ ભથ્થામાં વધારો, ઓવર ટાઈમ મેળવતા કર્મચારીઓને 7મા પગારપંચ મુજબ મળતા પગાર ધોરણે ઓ.ટી.ના દરમાં સુધારો સહિતના 12 પ્રશ્નની માંગણી કરી રહ્યા હતા. આ મુદ્દે સરકાર દ્વારા બુધવારે જ જાહેરાત કરી એસ ટી કર્મચારીઓની હડતાળ પૂરી કરી હતી.


વન રક્ષક કર્મીઓની બંને માંગણી સ્વીકારી હડતાળ સમેટી


ગાંધીનગરમાં ત્રણ દિવસથી હડતાળ કરી રહેલા વન વિભાગના વન રક્ષક કર્મીઓની માંગ સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવી છે અને તેમનો પગાર વધારો કરવામાં આવ્યો છે. સરકારે જાહેર રજાના દિવસોમાં બજાવેલ ફરજનો રજા પગાર તેમજ વોશિંગ એલાઉન્સની માંગણીઓનો સ્વીકાર થતાં હડતાળ મોકૂફ કરી હતી. ફોરેસ્ટ કર્મચારીઓ સરકારની જાહેરાતના પગલે ફૂલોથી સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું હતું.



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા માટે હર્ષ સંઘવી પ્રયાસો કરી રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો બીજી તરફ હર્ષ સંઘવી બેઠકો કરી રહ્યા છે.

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના અનેક ઉમેદવારો ભુવાજીના શરણે ગયા હતા ત્યારે ભાજપના મહેસાણાના ઉમેદવાર તેમજ કોંગ્રસમાંથી ભાજપમાં જોડાયેલા સી.જે.ચાવડા પણ ભુવાજીના શરણે જોવા મળ્યા હતા.

દેશને આ વખતના પહેલા સાંસદ મળી ગયા છે અને એ પણ બિનહરીફ સાંસદ... સુરતમાં જે આખો ઘટનાક્રમ થયો તે તો આપણે જાણીએ છીએ.. આ વખતની ચૂંટણીમાં જાણે કોંગ્રેસને રસ જ નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી...

થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાઓ ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ થવા લાગી હતી કે તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે તેઓ થોડા સમયની અંદર કેસરિયો ધારણ કરી શકે છે...