ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસ ધારકોના હિતમાં Gujarat સરકારે લીધો મહત્વનો નિર્ણય, સરકારે ટ્રાન્સફર ફી વન ટાઇમ કરી... જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-03-01 16:03:36

ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફીની રકમને લઈ મોટી ઘોષણા કરી છે. સરકારે મકાનધારકોના હિતમાં નિર્ણય કર્યો છે.  લોકોને રાહત મળે તેવો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ટ્રાન્સફર ફી વન ટાઈમ ભરવાની રહેશે ઉપરાંત દસ્તાવેજની લેટ ફી પણ વન ટાઈમ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિ-ડેવલપમેન્ટ અંગે પણ મોટો નિર્ણય લીધો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી જાહેરાત 

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ બેઠકમાં મૂકવામાં આવી હતી. ગુજરાત સહકારી મંડળીઓના સુધારા વિધેયકમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હાઉસિંગ સોસાયટીમાં પ્રમુખ, સેક્રેટરી કે કમિટી મનમાનીથી ટ્રાન્સફર ફી નિયત કરી શકશે નહીં. હવે 10ની જગ્યાએ આઠ વ્યક્તિની સહીથી હાઉસિંગ સોસાયટીની નોંધણી થઈ શકશે. જંત્રી રેટના બદલે વપરાશ ફી નિયત એટલે કે ફિક્સ કરી દેવાશે. એટલે કે, 25 ચોરસ મીટર સુધીના અનઅધિકૃત બાંધકામ વપરાશની ફી હવે જંત્રી દરને બદલે EWSમાં રૂ.10 હજાર, LIGમાં રૂ. 20 હજાર, MIGમાં રૂ. 30 હજાર અને HIGમાં રૂ. 30 હજાર પ્રમાણે લેવાશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે