ગુજરાત સરકારે જ્ઞાનસહાયક તેમજ ખેલસહાયકની કરાર આધારીત નિમણૂંક અંગે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-07-11 11:02:21

અનેક વર્ષો પછી TAT-TETની પરીક્ષા લેવાઈ. પરીક્ષા લેવાઈ એની ઉમેદવારોને ખુશી હતી પરંતુ એક કાર્યક્રમ દરમિયાન શિક્ષણ મંત્રી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ભાવિ શિક્ષકો પરેશાન થઈ ગયા હતા. પોતાના નિવેદનમાં શિક્ષણ મંત્રીએ કીધું હતું કે 30 હજાર શિક્ષકોની કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ નિવેદનને કારણે ઉમેદાવારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કાયમી ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ હતી. ત્યારે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે  મુજબ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. 


જ્ઞાન સહાયક તરીકે આટલા શિક્ષકોની કરાર આધારિત કરાશે ભરતી

રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શાળાઓમાં ખાસ કરીને જે શાળાઓની પસંદગી મિશન સ્કૂલ્સ ઓફ એક્સીલન્સી તરીકે પસંદગી થઈ છે તે શાળાઓમાં કરાર આધારિત શિક્ષકોની નિમણૂંક કરવામાં આવશે. આ માટે પ્રાથમિક શાળાઓમાં 15000, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. પ્રાથમિક વિભાગના જ્ઞાન સહાયકને 21 હજાર તેમજ માધ્યમિક વિભાગના શિક્ષકો માટે 24 હજાર તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો માટે રુપિયા 26 હજાર વેતન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.     



આ ઉમેદવારો કરી શકશે નિમણૂંક માટે અરજી 

જ્ઞાન સહાયક તરીકે કરાર આધારિત નિમણૂંક મેળવવા માટે જો લાયકાતની વાત કરવામાં આવે તો પ્રાથમિક વિભાગ માટે TET-2 પરીક્ષામાં ઉતિર્ણ થયેલા ઉમેદવારો, માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક) અને ઉચ્ચતર  માધ્યમિક વિભાગ માટે TAT (ઉચ્ચતર માધ્યમિક) પરીક્ષામાં ઉતિર્ણ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે. ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. અરજી કરનાર અરજદારોને સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા શાળઆની યાદી પૈકી તે કઈ શાળામાં અથવા તો શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છે છે તેની પસંદગી ઓનલાઈન કરવાની રહેશે. મેરિટ કમ પ્રેફરન્સ મુજબ શાળાવાર જ્ઞાન સહાયકની યાદી તૈયાર કરી સંબંધિત જિલ્લાના અધિકારીઓને મોકલી આપવામાં આવશે. 



ખેલ સહાયક માટે પણ કરવામાં આવશે કરાર આધારિત ભરતી 

ખેલ સહાયક અંગેની વાત કરીએ તો રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી જે સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખેલ અભિરૂચિ કસોટીમાં ઉતિર્ણ થયેલા પ્રાથમિક વિભાગ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ મળીને અંદાજે 5075 ખેલ સહાયકની કરાર આધારિત નિમણૂંક કરવામાં આવશે. કરાર આધારિત નિમણૂંક મેળવેલા ઉમેદવારોને 21000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે. અરજી કરનાર અરજદારોએ સમગ્ર શિક્ષા કચેરી, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા શાળાઓની યાદીમાં તેઓ જે શાળામાં અથવા શાળાઓમાં ખેલ સહાયક તરીકે કામગીરી કરવા ઈચ્છતા હોય તેની પસંદગી ઓનલાઈન કરી શકશે.  


11 મહિના માટે કરાશે કરાર  

અનેક વર્ષો સુધી પરીક્ષા લેવાઈ ન હતી જેને લઈ વિદ્યાર્થીના ભણતર પર અસર પડતી હતી. ત્યારે વિદ્યાર્થીના ભવિષ્ય પર અસર ન પડે તે માટે પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી હતી. પરંતુ તે યોજનાનું નામ જ્ઞાનસહાયક કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે કરાર આધારિત શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી રહી છે. 11 મહિના માટે કરાર કરવામાં આવશે. કોન્ટ્રાક્ટ પર નોકરી તો મળી જશે પરંતુ તેમની નોકરી સ્થાયી નથી તેવું ઉમેદવારોનું કહેવું છે. મહત્વનું છે કે જ્ઞાન સહાયકને 19500 પગાર આપવામાં આવે છે જ્યારે કરાર આધારિત લેવાયેલા જ્ઞાનસહાયકને 21 હજાર અને તેનાથી વધુનો પગાર આપવામાં આવશે. ગુજરાત સરકાર અનેક પ્રયોગો કરતી હોય છે તેવો જ આ પ્રયોગ છે. પ્રવાસી શિક્ષકની જગ્યાએ જ્ઞાન સહાયક ભણાવશે આનાથી એક ફાયદો એ થશે તે ઉમેદવારોને હાલ પૂરતી તો રોજગારી મળી જશે પરંતુ કાયમી ધોરણે રોજગારી ક્યારે મળશે? આમાં એક વાત સારી એ છે કે જે બાળકોને શિક્ષણ નોતું મળતું તેમને જે શાળામાં શિક્ષકો ન હતા ત્યાં શિક્ષકો મળી જશે. જોકે જ્ઞાન સહાયક મુદ્દે વિદ્યાર્થીઓએ ગઈ કાલે ગાંધીનગર ખાતે વિરોધ પણ કર્યો હતો. સરકારને આવેદન પત્ર પણ આપવા ગયા હતા ત્યાં આવેલા વિદ્યાર્થીઓની માંગ હતી કે આ યોજના બંધ કરી દેવામાં આવે. સરકાર જો આટલી જગ્યા ખાલી છે તો કાયમી ભરતી  જ બહાર પડે કારણકે જે શિક્ષકનું ભવિષ્ય નક્કી નથી એ કઈ રીતે બાળકોનું ભવિષ્ય બનાવશે? જમાવટ સાથે વાત કરતા ઉમેદવારોએ પોતાની વેદના ઠાલવી હતી. 

 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.