ગુજરાત સરકાર લોન લેવામાં પણ ગતિશીલ, કેન્દ્ર સરકાર પાસેથી બે વર્ષમાં કેટલી લોન મેળવી? જાણો


  • Published By :
  • Published Date : 2023-03-18 16:13:07

વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્ય સરકારે લીધેલી લોન અંગે પ્રશ્ન કર્યો હતો. આ સવાલનો જવાબ આપતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના બજેટ ફાળવણી ખર્ચની રકમના આંકડાઓ અંગે માહિતી આપી હતી. 


રાજ્ય સરકારે કેટલી લોન લીધી?


નાણામંત્રીએ વિધાન સભામાં આપેલી માહિતી મુજબ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 85,780 કરોડની લોન લીધી છે. વર્ષ 2020-21 માં 44,780 અને 2021-22 માં 41,000 કરોડની લોન લીધી છે. સરકારે આ લોન 5.27 ટકાથી લઈ 7.73ના વ્યાજ દરે લીધી છે અને તે 2 થી 10 વર્ષની મુદતમાં ભરપાઈ કરવાની રહેશે. કાયદા અંતર્ગત નક્કી કરેલ મર્યાદામાં દેવું કરી શકાય એવું સરકારે લોન માટે કારણ આપ્યું છે.


બજેટ ફાળવણી ખર્ચની રકમ અંગે સવાલ


વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બજેટ ફાળવણી ખર્ચની રકમ અંગે પ્રશ્ન કર્યો હતો. જેનો ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે. જે મુજબ વર્ષ 2020-21ના બજેટના નાણાકીય ખર્ચમાં 71,714.48 કરોડનો વહીવટી ખર્ચ જ્યારે 1, 24, 535.85 કરોડનો વિકાસ ખર્ચ થયો છે. વર્ષ 2021-22 ના બજેટના નાણાકીય ખર્ચમાં 82, 479.71 વહીવટી ખર્ચ જ્યારે 1, 31, 221.47 વિકાસ ખર્ચ કરવામાં આવ્યો હતો. 


VAT અને GST હેઠળ કેટલી કમાણી કરી?


રાજ્ય સરકારને વર્ષે 2022-2023 માં VAT અને GSTની હજારો કરોડની આવક થઈ છે. વર્ષે 2022-2023 માં રાજ્ય સરકારને VAT અને GSTની 69 હજાર 483 કરોડ 1 લાખની આવક થઈ છે. GST પેટે 40 હજાર 581 કરોડ 27 લાખની આવક જ્યારે VAT પેટે 28 હજાર 901 કરોડ 83 લાખની આવક થઈ.



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.