ગુજરાત સરકારે 6 IAS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા


  • Published By :
  • Published Date : 2022-12-30 18:03:11

ગુજરાત કેડરના 6 આઈએએસની બદલીના આદેશ અપાયા છે. સરકાર વહીવટી કારણોસર સમયાંતરે આઈએસની બદલીના આદેશ આપતી હોય છે ત્યારે આજે વધુ છ આઈએએસની બદલીના આદેશ આપ્યા છે. સચિવાલયના 6 આઈએએસ અધિકારીઓને મદદનીશ કલેક્ટર તરીકે ગુજરાતના વિવિધ વિભાગમાં નિયુક્તિ કરાઈ છે. 


IAS મિસ કંચનને વીરમગામના  મદદનીશ કલેક્ટર બનાવ્યા છે. IAS મિસ કંચન અગાઉ ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. 

IAS મિસ નતિશા માથુરની અંકલેશ્વરના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલય ખાતે શહેરી વિકાસ વિભાગમાં અંડર સેક્રેટરી સેવા આપતા હતા. 

IAS યુવરાજ સેદ્ધાર્થની પાલિતાણાના મદદનીશ કલેક્ટj તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયમાં પંચાયત વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 

IAS જયંત કિશોર માનકલેને હિંમતનગરના  મદદનીશ કલેક્ટર બનાવ્યા છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 

IAS દેવાહુતીની ગોંડલના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. 

IAS યોગેશ શિવકુમાર કપાસેની ડભોઈના મદદનીશ કલેક્ટર તરીકે નિયુક્તિ કરાઈ છે. અગાઉ તેઓ ગાંધીનગર સચિવાલયના મહેસૂલ વિભાગમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપતા હતા. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે