સરકારના કન્યા કેળવણીના દાવાનો ફિયાસ્કો, બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના ઓરડામાં 452 સાઈકલો બની ભંગાર


  • Published By :
  • Published Date : 2023-05-31 18:15:08

રાજ્ય સરકાર દ્વારા બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને આર્થિક પછાત વિદ્યાર્થિનીઓને શાળાએથી ઘરે અપડાઉન કરવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ મફત સાયકલ આપવામાં આવે છે. માધ્યમિક શાળામાં ધોરણ 9 માં પ્રવેશ મેળવતી બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને આર્થિક પછાત વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે. જો કે ઘણીવાર તંત્રની બેદરકારીના કારણે ગરીબ વિદ્યાર્થિનીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચી જ શકતો નથી. જેમ કે બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના ઓરડામાં  452 જેટલી સાઈકલો છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. આ સમાચાર સામે આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો છે. 


452 વિદ્યાર્થીનીઓને સાઈકલોનું વિતરણ ન થયું


ગુજરાત સરકારે પ્રવેશોત્સવ-2015 હેઠળ બોરસદ તાલુકામાં અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીનીઓને 452 જેટલી સાઈકલો ફાળવી હતી. તંત્ર દ્વારા સાઈકલોનું વિતરણ જ કરવામાં આવ્યું ન હતું, આ જ કારણે બોરસદ બી.આર.સી ભવન ખાતે આવેલ વઘવાલા પ્રાથમિક શાળાના બે રૂમમાં શાળા પ્રવેશોત્સવ 2015 દરમિયાન ફાળવાયેલ 452 થી વધુ સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે. તંત્રની લાલિયાવાડીના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે.


વાલીઓમાં ભારે આક્રોશ


બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના એક રૂમમાં 245 અને ત્રીજા રૂમમાં 207 સાયકલો ધુળ ખાઈ રહી છે. આ બાબતે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દીકરીઓના વાલીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ફાળવવામાં આવેલ સાઇકલો ભંગાર બની ગઈ છે, જો તેનું સમસયર આયોજન કરીને વિતરણ કરવામાં આવ્યું હોત તો આજે 452 થી વધુ વિદ્યાર્થીનીઓને લાભ મળ્યો હોત તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે સરકારમાં રિપોર્ટ કરવામાં આવનાર છે અને સરકાર તરફથી જે આદેશ મળશે તે મુજબ સાઇકલો અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારી સહાયની લાખો રૂપિયાની સાયકલો રણીધણી વગર પડી રહી છે. જેમાં મોટાભાગની સાયકલોના રીંગો વળી ગયેલ છે અને ટાયર ટ્યુબ ખલાસ થઈ ગયા છે. સાયકલોના ઢગલામાં કરોળિયાના જાળા બાઝી ગયા છે. આટલી મોટી બેદરકારી માટે ખરેખર કોણ જવાબદાર છે તેવા સવાલો થઈ રહ્યા છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .