રાજ્યના ખેડૂતોના હિતાર્થે સરકારનો મોટો નિર્ણય, ટેકાના ભાવે ખરીદી કરવાની તારીખ જાહેર


  • Published By :
  • Published Date : 2023-01-12 21:02:06

રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે આજે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. ખેડૂતોને તેમના પાકનું યોગ્ય અને પૂરતા પ્રમાણમાં સમયસર વળતર મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે સરકારના નિર્ણય અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો પાસેથી ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાના પાકને ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો આગામી તારીખ 1 ફેબ્રુઆરીના રોજથી આરંભ થશે અને આ સમગ્ર પ્રક્રિયા એક મહિના સુધી ચાલશે.


શું કહ્યું કૃષિમંત્રી રાઘવજી પટેલે?


કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને ચાલુ વર્ષે વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. કૃષિમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, રાજ્યભરમાં તુવેરના 135 ખરીદ કેન્દ્રો, ચણાના 187 ખરીદ કેન્દ્રો તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી આગામી 10 માર્ચથી 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ખેડુતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. આ ખરીદી માટે રાજ્ય સરકારે રાજ્ય નોડલ એજન્સીની નિમણૂક પ્રક્રિયા પણ હાથ ધરી છે.


ખેડૂતો કરાવી શકશે વિના મૂલ્યો નોંધણી


ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર VCE દ્વારા 1 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે VCEના મહેનતાણાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.


કેટલો છે ટેકાનો ભાવ?


કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ 6,600 એટલે કે પ્રતિ મણ1,320 ચણા માટે પ્રતિ ક્વિન્ટલ 5,335 એટલે કે પ્રતિ મણ 1,067 તેમજ રાયડાના પાક માટે પ્રતિ ક્વિન્ટલ 5,450 એટલે કે પ્રતિ મણ 1,090 ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે