ભારત પાકિસ્તાન સરહદેથી સમાચાર સામે આવ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. જે બોર્ડર સિક્યોરિટી ફોર્સની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . સાથે જ આપણા બીજા સરહદી જિલ્લા બનાસકાંઠામાં BSFએ ઘુસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે. આ પાકિસ્તાનીએ ૨૩મે ની રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. થોડાક સમય પેહલા ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર ભારતમાં ૯ થી ૧૦ જેટલા નાગરિકોની પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI માટે કામ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક પ્રખ્યાત યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાનો પણ સમાવેશ થાય છે. હવે કચ્છ જિલ્લાથી સમાચાર સામે આવી રહ્યા છે કે , ગુજરાત ATSએ કચ્છ બોર્ડરથી જાસૂસીની શંકામાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરી છે. આ માટે એક PSIને લીડ મળી હતી કે તે BSF અને નેવીની માહિતી પાકિસ્તાનને મોકલતો હતો . બાદમાં સ્પેશ્યલ ટિમ બનાવીને તેને ઝડપી લેવાયો હતો.

આદિતી ભારદ્વાજ નામની છોકરી આરોપી સહદેવસિંહ ગોહિલના સંપર્કમાં આવી હતી. અદિતિએ આરોપી પાસેથી BSF અને નેવીના અંડર કન્સ્ટ્રક્શનની માહિતી માંગી હતી.આરોપી સહદેવ સિંહને 40 હજાર રોકડ પણ અપાયા હતા. કચ્છની દયાપર ચોકડી ખાતે સહદેવસિંહ ગોહિલે પૈસા મેળવ્યા હતા. આરોપીના ફોનને FSLમાં મોકલાયો છે. તેની પાકિસ્તાન PIO આદિતી ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી. આ આરોપી સહદેવસિંહ ગોહિલ જૂન જુલાઈ ૨૦૨૩થી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો . બીજા સમાચાર સરહદી જિલ્લા બનાસકાંઠાથી સામે આવ્યા છે કે BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જોયો હતો. જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી છતાં તે આગળ વધી રહ્યો હતો, જેથી પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘૂસણખોર ઘટનાસ્થળે જ માર્યો ગયો હતો.
બોર્ડર સિક્યોરિટી ફોર્સ BSFએ થોડાક સમય પેહલા જમ્મુ કાશ્મીરમાં પાંચ પાકિસ્તાની ચોકીઓ અને એક આતંકવાદી લોન્ચ પેડ કે જે POKના મસ્તપુરમાં આવ્યું છે તેનો નાશ કર્યો હતો . તે માટેની કામગીરી ક્યા દિવસે હાથ ધરવામાં આવી હતી તે બહાર નથી આવ્યું.