ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં, સજા પર સ્ટે માંગતી અરજી પર ચુકાદો અનામત


  • Published By :
  • Published Date : 2023-05-02 18:02:48

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. મોદી સરનેમ માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાહુલને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે. સુરત જિલ્લાની એક કોર્ટે મોદી સરનેમ કેસમાં દાખલ કરાયેલ ફોજદારી માનહાનીના કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવ્યા બાદ બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જો કે રાહુલ ગાંધીએ આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને બે વર્ષની સજા પર સ્ટેની માગ કરતી અપીલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આજે આ કેસ અંગે ખુબ જ મહત્વની સુનાવણી થઈ હતી. 


ચુકાદો ઉનાળું વેકેશન પછી આવી શકે


ગુજરાત હાઈકોર્ટમાં રાહુલ ગાંધીના વકીલ અને પૂર્ણેશ મોદીના વકીલે સામ સામે દલીલો કરી હતી. કોર્ટે બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાઈકોર્ટમાં આવતી કાલથી ઉનાળાનું વેકેશન શરૂ થઇ રહ્યું હોવાથી જજ દ્વારા ચુકાદો અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વેકેશન પુર્ણ થયા બાદ તેઓ ચુકાદો આપશે. વેકેશન દરમિયાન કોર્ટ ચૂકાદો  લખાવશે, વેકેશન બાદ જ કોર્ટ ચૂકાદો જાહેર કરી શકે છે. આગામી એક મહિના સુધી સજા મોકૂફી મુદ્દે નિર્ણય અનામત રહી શકે છે. જેથી એક રીતે રાહુલ ગાંધીને કોઇ પણ પ્રકારની રાહત મળી નથી. અત્રે ઉલ્લેખનિય છે કે રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સંઘવીએ જુદા જુદા કેસમાં આવેલા ચુકાદાઓને ટાંકીને ધારદાર દલીલો કરી હતી.


બંને પક્ષોના વકીલો કોર્ટમાં હાજર


ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ હેમંત એમ. પ્રચ્છકે  રાહુલ ગાંધીની અપીલ પર દલીલો સાંભળી હતી. કોર્ટમાં રાહુલ ગાંધી તરફથી હાઈકોર્ટના વકીલ પંકજ ચાંપાનેરી પણ કોર્ટમાં હાજર રહ્યા હતા. તે જ પ્રકારે પૂર્ણેશ મોદી તરફથી હર્ષિત તૌલિયા, નિરૂપમ નાણાવટી, અને ગુજરાત સરકાર તરફથી સરકારી વકીલ મિતેષ અમીન પણ કોર્ટમાં હાજર રહ્યા હતા.  


હાઈકોર્ટનો ચુકાદો કેટલો મહત્વનો?


ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો રાહુલ ગાંધી માટે ખુબ જ મહત્વનો છે. જો તેમની સજા પર સ્ટેની માગ કોર્ટ ફગાવી દે છે તો તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડશે. જ્યારે વાયનાડમાં ફરીથી વચગાળાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ સ્થિતીમાં તેમના માટે મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે. હાઈકોર્ટ રાહુલ ગાધીની સજા પર સ્ટે નથી આપતી તો તે આગામી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે