Gujarat Highcourt Exam : જુલાઈમાં લેવાયેલી હતી Peon માટેની પરીક્ષા, મહિનાઓ વિત્યા પરંતુ હજી સુધી નથી આવ્યું પરિણામ


  • Published By :
  • Published Date : 2023-11-03 15:55:42

જુલાઈ મહિનામાં ગુજરાત હાઈકોર્ટમાં peon માટેની પરીક્ષા લેવાઈ હતી. પટાવાળા તેમજ અન્ય પોસ્ટ માટે ભરતી કરવાની જાહેરાત કરાઈ. મે 2023માં આ માટેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ભરતી માટેની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાઈ પરંતુ પરીક્ષાનું પરિણામ હજી સુધી નથી આવ્યું. અનેક મહિનાઓ વિતી ગયા પરંતુ પરિણામ આવ્યું નથી અને ક્યારે આવશે તેની જાણ પણ વિદ્યાર્થીઓને નથી જેને કારણે તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે. પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે, પરંતુ મહિનાઓ સુધી પરિણામ આપવામાં નથી આવ્યું. પરિણામ બને તેટલું જલ્દી મળે તેવી પરીક્ષાર્થીઓની માગ છે.          

ફોજદારી કેસમાં હાઈકોર્ટના આદેશ સીધા સંબંધીત સ્ટેશન-જેલ-સુપ્રિન્ટેન્ડન્ટને  મળશે - ખાસ ખબર રાજકોટ

પરીક્ષાને અનેક મહિના વિત્યા પરંતુ પરિણામ નથી આવ્યું 

આપણે ત્યાં અનેક પરીક્ષાઓ લેવામાં આવે છે. યુવાનોને રોજગાર મળે તે હેતુથી પરીક્ષા તો લેવામાં આવે છે પરંતુ અનેક મહિનાઓ વિત્યા બાદ પણ અનેક પરીક્ષાઓનું પરિણામ નથી આવતું. ગુજરાત હાઈકોર્ટની પ્યુનની પરીક્ષા જુલાઈ મહિનામાં લેવાઈ હતી. એવી માહિતી આપવામાં આવી હતી કે સપ્ટેમ્બર મહિના સુધીમાં પરિણામ આવી શકે છે પરંતુ ઓક્ટોબર મહિનો પૂર્ણ થઈ ગયો, નવેમ્બરના પણ અનેક દિવસો વિતી ગયા પરંતુ હજી સુધી તેનું પરિણામ આપવામાં નથી આવ્યું. ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર આવેદન મંગાવવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની જગ્યા પર ભરતી કરવામાં માટે પરીક્ષા લેવાઈ. 7માં મહિનામાં પરીક્ષા લેવાઈ પરંતુ નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છતાંય પરિણામ નથી જાહેર કરવામાં આવ્યું.



જ્યારે પણ ફોન ઉમેદવારો કરે છે ત્યારે કહેવાય છે વેબસાઈટ જોતા રહો...!

પરીક્ષાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે પરંતુ ક્યાં સુધી તેમને પરિણામની રાહ જોવી પડશે તે તેમને ખબર નથી. 9-7-2023એ આ પરીક્ષા યોજાઈ હતી, 7-11-2023એ આ પરીક્ષા પૂર્ણ થયે ચાર મહિના વિતી જશે પરંતુ ત્યાં સુધી પણ પરિણામ આવશે તેવી આશા પરીક્ષાર્થીઓને નથી તેવું પરીક્ષાર્થીઓનું કહેવું છે. પરિણામ ક્યારે આવશે એ જાણવા જ્યારે પરીક્ષાર્થીઓ 07927664601 નંબર પર ફોન કરે છે ત્યારે તેમને વેબસાઈટ  https://hc-ojas.gujarat.gov.in/ પર જઈને જોવા માટે કહેવામાં આવે છે. આ વેબસાઈટ પર પરિણામ જાહેર થશે તેવી વાત ફોન પર કરવામાં આવે છે. પરિણામ માટે અનેક વખત વેબસાઈટ જોયા કરતા રહેવું પડે છે. પરિણામ ક્યારે આપવામાં આવશે તેની જાણ પરીક્ષાર્થીઓને નથી જેને કારણે તેઓ આગળનું પ્લાનિંગ નથી કરી શકતા. પરિણામ જલ્દી જાહેર કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.