ચાઈનીઝ દોરીથી થતા મોત મુદ્દે હાઈકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢી, સોગંદનામું રજુ કરવા આદેશ


  • Published By :
  • Published Date : 2023-01-03 15:33:34

રાજ્યમાં યુવાનોનો પ્રિય ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે. જો  કે ઉત્તરાયણ પહેલા રાજ્યના વિવિધ શહેરોમાં પતંગની ચાઈનીઝ દોરીથી અકસ્માત અને નિર્દોષ લોકોના મોતની ઘટના વધી રહી છે. ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક જીવલેણ દોરી વેચાઈ રહી છે. લોકોના મોતનો આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટ સુનાવણીમાં ઉતરાયણમાં ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલવારી કરાવી રહી છે તેનો સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. ઉપરાંત બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા હુકમ કર્યો હતો.


ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ


ગુજરાત હાઈકોર્ટે ચાઇનીઝ દોરી મામલે આકરૂ વલણ અપનાવ્યું છે. ચાઈનીઝ દોરી, નાયલૉન દોરી તથા તુક્કલ વેચાણ મુદ્દે સરકારે શું કાર્યવાહી કરી તે અંગે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. હાઈકોર્ટે સરકારને કહ્યું કે, ચાઈનીઝ દોરી ચાઈનીઝ અને નાયલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેની અમલવારી જરૂરી છે. આ મામલે ચાલેલી સુનાવણીમાં હાઈકોર્ટે લાલ આંખ કરતા ક્હ્યું કે, ઘાતક દોરીથી નાગરિકોનું મૃત્યુ કે ઈજા થાય તે ચલાવી નહીં લેવાય. ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી તેમજ ચાઈનીઝ ટુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ અને મૃત્યુ તેમ જ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલા ભરવાની માંગણી કરતી પિટીશનમાં કોર્ટે આ હુકમ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. 




ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જે અંતર્ગત ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છોટા ઉદેપુર પહોંચ્યા હતા અને ચૈતર વસાવા તેમજ સુખરામ રાઠવા માટે પ્રચાર કર્યો હતો.

લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.