હાઈકોર્ટે અમદાવાદના નિકોલની સગર્ભાને ગર્ભપાત માટે આપી મંજૂરી, 27 સપ્તાહની સગર્ભાનો અસારવા સિવિલ હોસ્પિટલમાં કરાશે ગર્ભપાત


  • Published By :
  • Published Date : 2023-09-22 17:46:29

ગુજરાત હાઈકોર્ટે વધુ એક સગીરાને ગર્ભપાતની મંજુરી આપી છે. ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ સમીર દવેની કોર્ટમાં 16 વર્ષીય સગીરાના ગર્ભપાત માટે અરજી અંગે સુનાવણી થઈ હતી. યુવતીના પરિવારજનોએ  27 સપ્તાહની સગર્ભાના ગર્ભપાતના માટે એડવોકેટ નિસર્ગ શાહ મારફતે અરજી કરી હતી. સગીરા અમદાવાદના નિકોલ વિસ્તારમાં દુષ્કર્મનો ભોગ બની હતી. આ મામલે અમદાવાદના નિકોલ પોલીસ સ્ટશેનમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે. જજ સમીર દવેએ ગર્ભપપાતની સમગ્ર પ્રક્રિયા સરળતાથી પુરી કરવા માટે સગીરાને હોસ્પિટલ લઈ જવા નિકોલના પોલીસ-ઇન્સ્પેક્ટરને પણ આદેશ કર્યો હતો.


હાઈકોર્ટે કર્યો હતો આદેશ


આજે સગીરાની મેડિકલ તપાસ બાદ તેનો મેડિકલ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મુકાયો હતો. જેનો અભ્યાસ કરીને જજ સમીર દવેએ સગીરાના ગર્ભપાત માટે આજે સિવિલ હોસ્પિટલ, અસારવા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને નિર્દેશ આપ્યા હતા. આ અંગેનો ઓર્ડર વકીલને બપોરે 1 વાગ્યે મળી જશે. ત્યારબાદ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સગીરાના ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે હાઈકોર્ટના જજ સમીર દવેએ ગર્ભપાતના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટરોની એક્સપર્ટ પેનલ દ્વારા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટ મુજબ શારીરિક તપાસ કરીને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો.  




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.