હાડ થીજવતી ઠંડીમાં Gujarat ઠુંઠવાયું! એક તરફ કમોસમી વરસાદની આગાહી અને બીજી તરફ વધ્યું ઠંડીનું જોર, જાણો ક્યાં કેટલું તાપમાન?


  • Published By :
  • Published Date : 2024-01-05 10:15:14

રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જાન્યુઆરી મહિનાની શરૂઆતથી રાજ્યમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે વધારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનામાં જોઈએ એવી ઠંડી પડી ન હતી પરંતુ હવે લાગે છે કે જાણે શિયાળાની મોસમ જામી છે. દેશના અનેક રાજ્યોમાં શિતવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતના વાતાવરણ પર અસર તેની દેખાઈ રહી છે.  હાડ થીજવતી ઠંડીમાં લોકો ઠુંઠવાઈ રહ્યા છે. કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો નલિયાનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું હતું તો અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી નોંધાયું હતું. 

ભાવનગર જિલ્લાના મિની કશ્મીર મહુવામાં ગાત્રો થીજાવતી ઠંડી : તાપમાન

ક્યાં કેટલું નોંધાયું તાપમાન? 

છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરવા લોકો મજબૂર બન્યા છે. વહેલી સવારે ઉઠાવાનું મન નથી થતું. એમ પણ શિયાળામાં ઉંઘવાની મજા જ કંઈ અલગ હોય છે. ગુરૂવારે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદનું તાપમાન 14.3 ડિગ્રી, ડીસાનું તાપમાન 11.2 ડિગ્રી, ગાંધીવગરનું તાપમાન 12.5 ડિગ્રી, વડોદરાનું તાપમાન 14.4 ડિગ્રી નોંધાયું છે. સુરતનું તાપમાન 16.2 ડિગ્રી જ્યારે નલિયાનું તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું છે. ભાવનગરનું તાપમાન 15.2 જ્યારે દ્વારકાનું તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું છે. વેરાવળનું તાપમાન 15.9 નોંધાયું છે. સુરેન્દ્રનગરનું તાપમાન 12.2 ડિગ્રી નોંધાયું છે. 

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

એક તરફ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો આવનાર દિવસોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવનાર દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તો 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે