ગુજરાત અનાજ, ખાંડ અને તેલથી વંચિત રહે તેવી સંભાવના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 12:54:27

ગુજરાતમાં ચૂંટણી અગાઉ અનેક લોકોએ પોતાની માગણીઓનો વરસાદ કર્યો હોય તેવામાં વધુ એક સંગઠન પણ પોતાની માગણી સાથે સરકાર સામે પડ્યું છે. 17 હજાર જેટલા સસ્તા અનાજના દુકાનદારો પોતાની જૂની માગણીઓ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.


સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ 

ગત ઘણા દિવસોથી સસ્તા અનાજના દુકાનદારો મુખ્યમંત્રીને પોતાની માગણીઓ સંતોષવા પત્ર લખી રહ્યા છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક અભિગમ ન આવતા દુકાનદારોએ આંદોલન કર્યું છે. પોતાની જૂની માગો સાથે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. થોડા દિવસો અગાઉ ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન અને કેરોસીન હોલ્ડર શૉપ એસોસિયેશને મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની જૂની માગણીઓ સંતોષવા મામલે જાણ કરી હતી


શું દિવાળી પર રાશનકાર્ડ ધારકોને અનાજ નહીં મળે?

ગુજરાતના 17 હજારથી વધુ સસ્તા અનાજના દુકાનદારો પોતાની જૂની માગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. તેમનું કહેવું છે કે જો સરકાર તેમની માગણી નહીં સ્વીકારે તો દિવાળીના તહેવારોમાં રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ નહીં કરે. 


થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રી મંડળે નિર્ણય લઈ જાહેરાત કરી હતી કે સસ્તા અનાજનું અનાજ વિતરણ વધુ ત્રણ મહિના માટે 80 કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતથી સમાચાર મળી રહ્યા છે કે સસ્તા અનાજના દુકાનદારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર પાંચ મંત્રીઓની સમિતિ બનાવી અસંતોષ લોકોની લાગણીઓ અને માગણીઓને પોતાની રીતે થાય એટલી વાચા આપી રહી છે ત્યારે હવે સરકાર જો આ દુકાનદારોનું નહીં સાંભળે તો ગુજરાતીઓને દિવાળીમાં રાશન નહીં મળે તેવી દુકાનદારોએ ચીમકી ઉચ્ચારી છે.





થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .