Gujarat : પાટીદાર અનામત આંદોલન વખતના અનેક ચહેરાઓ વિશે જાણો જે નીકળ્યા હતા ક્રાંતિ કરવા તે બધા ય એક બાદ એક રાજકારણીઓ બની ગયા...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-29 12:52:48

એક સમય હતો ત્યારે એવું માનવામાં આવતું કે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજનેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે... અનેક ઉદાહરણો આપણી સામે છે જેમાં આ વાત સાચી સાબિત થઈ છે, પરંતુ જો એવું કહીએ કે સમાજમાં બદલાવ લાવવા માટે રસ્તા પર ઉતરેલા નેતાઓ પણ ભાજપમય બની ગયા છે તો અતિશયોક્તિ નથી...જેમ નેતાઓ પહેલા ભાજપના વિરૂદ્ધમાં નિવેદનો આપતા હોય તે જ ભાજપમાં જોડાઈ ગયા બાદ ભાજપના ગુણગાન ગાવા લાગે છે તેવી જ રીતે સરકાર સામે મોરચો ખોલનાર આંદોલનકારીઓ પણ અંતે ભાજપમાં આવીને ભળી જાય છે...!     

અનેક જગ્યાઓ પર ભાજપના સૂપડા સાફ થયા હતા...! 

રાજ્યમાં હાલમાં ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે ત્યારે , સમાજકારણ અને રાજકારણ કેવી રીતે એકબીજામાં ભળી જાય છે, એનું ઉદાહરણ અમારે તમને ભૂતકાળમાં લઈ જઈને બતાવવું છે , શરૂઆત કરીશું વર્ષ 2015ના એવા આંદોલનથી કે જેણે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીને ભોંય ભેગી કરી દીધી. 2015માં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચારે બાજુ કોંગ્રેસનો પરચમ લહેરાયો . ભારતીય જનતા પાર્ટીના સૂપડા દરેક જિલ્લા તાલુકા પંચાયતોમાંથી સાફ થઈ ગયા . કોંગ્રેસ ફરી એક વાર ઉભરીને સામે આવી . 



2024 આવતા આવતા... 

2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી  એ અથાક પ્રયત્નો કર્યા પણ BJP માત્ર 99 બેઠક પર સમેટાઈ ગઈ. કોંગ્રેસ પાર્ટી અદભુત રીતે ખીલી પણ 2024 આવતા સુધીમાં પાટીદાર અનામત આંદોલન વખતે સામે આવેલા ચેહરાઓ બધા એક એક કરીને ભારતીય જનતા પાર્ટી મય થઈ ગયા છે. વાત કરીશું એવા ચહેરાઓની કે જે નીકળ્યા હતા સમાજમાં ક્રાંતિ કરવા અને હવે જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જવા . 



આંદોલન વખતના અનેક ચહેરાઓ જોડાઈ ગયા છે ભાજપમાં  

પાટીદાર અનામત આંદોલન વખતના મોટાભાગના નેતાઓ હવે રાજકારણમાં આવી ગયા છે . આ ચહેરાઓમાંથી મોટાભાગના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે . જેમ કે હાર્દિક પટેલ , ચિરાગ કાલરીયા , નિખિલ સવાણી, દિનેશ બામભણીયા વગેરે અને હવે તેમાં વધુ બે નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા પણ આ લિસ્ટમાં સામેલ થઈ જવાના છે. આ રાજકારણમાં પ્રવેશનારામાંથી માત્ર હાર્દિક પટેલ જ BJPના MLA બની ચુક્યા છે. જ્યારે સામે કોંગ્રેસ પાર્ટીએ લલિત વસોયા , લલિત કગથરા , કિરીટ પટેલને  MLA બનાવી ચુકી છે . 


પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા અનેક ચહેરાઓ આજે...

તો આ તરફ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઈટાલિયા , રેશ્મા પટેલ અને રામ ધડુક જોડાયા છે. જયારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે .આ નેતાઓમાં એક એવું નામ પણ છે જે , પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલું છે હજીપણ રાજકારણથી દૂર છે , તે છે લાલજી પટેલ. મહત્વનું છે કે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને ભાજપમાં જોડવા માટે પાર્ટીના નેતાઓએ જે સ્થળ પસંદ કર્યું છે , તેજ માનગઢ ચોકમાં 9 વર્ષ પેહલા પાટીદાર અનામત આંદોલન સરદાર પટેલની  પ્રતિમા પાસેથી શરુ કરાયું હતું . ઉલ્લેખનિય  છે કે એવું કહીએ કે આંદોલન હવે રાજનીતિમાં પ્રવેશવાની સીડી બની ગયું છે તો અતિશયોક્તિ નથી... 



લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.