Gujarat Loksabha Election : BJP અને Congressના આ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ, યોજશે રોડ શો અને કરશે શક્તિ પ્રદર્શન!


  • Published By :
  • Published Date : 2024-04-15 13:15:17

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર કોણ કોની સામે ચૂંટણી લડવાનું તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તો ઘણા સમય પહેલાથી ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે થોડા દિવસ પહેલા જ ગુજરાતની બાકી રહેલી ચાર બેઠકો માટે નામની જાહેરાત કરી છે. નવસારીથી નૈષધ દેસાઈની પસંદગી કરાઈ છે તો રાજકોટ લોકસભા બેઠક માટે પરેશ ધાનાણીને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. અમદાવાદ પૂર્વ માટે હિંમતસિંહ પટેલ જ્યારે મહેસાણાના ઉમેદવાર તરીકે રામજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે.. આ બધા વચ્ચે ભાજપ તેમજ કોંગ્રેસના અનેક ઉમેદવારો આજે નામાંકન ભરાવાના છે... ભાજપના આ ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી ફોર્મ - 


મનસુખ માંડવિયા આજે ભરશે ઉમેદવારી ફોર્મ 

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનું મતદાન થોડા દિવસો બાદ શરૂ થઈ જવાનું છે. દેશની અનેક બેઠકો માટે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે જે માટે નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગ્રેસના અનેક ઉમેદવારો માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 19 એપ્રિલ સુધી ગુજરાતના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શક્શે. જો ભાજપના ઉમેદવારોના નામની વાત કરીએ તો પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા, અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. 


કોંગ્રેસના આ ઉમેદવાર આજે નોંધાવશે દાવેદારી

તે ઉપરાંત ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા, વલસાડના ઉમેદવાર ધવલ પટેલ આજે ઉમેદવારી નોંધાવાનાછે. પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ, સુરેન્દ્રનગરના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા આજે નામાંકન નોંધાવાના છે. આજે ના માત્ર ભાજપના પરંતુ કોંગ્રેસના અનેક ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવાના છે. જો કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો આજે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણા, જામનગરના ઉમેદવાર જે.પી.મારવિયા તેમજ બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી ફોર્મ ભરવાના છે. મહત્વનું છે કે ફોર્મ ભરવા જાય તે પહેલા ઉમેદવારો દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવશે. જ્યારે ફોર્મ ભરાશે ત્યારે પાર્ટીના દિગ્ગજ નેતાઓ, ઉમેદવારના સમર્થકો ઉપસ્થિત હશે....        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે