Gujarat Loksabha Election : આજે સમજો મહેસાણા અને અમદાવાદ પૂર્વના સમીકરણોને, ભાજપ અને કોંગ્રેસના આ છે ઉમેદવાર


  • Published By :
  • Published Date : 2024-04-17 14:59:40

7મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. 26 બેઠકો પર મતદાતા મતદાન કરી પોતાના પસંદીદા ઉમેદવારને સંસદ મોકલશે.. રાજકીય પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, અનેક ઉમેદવારોએ નામાંકન ફોર્મ પણ ભરી દીધું છે.  ઉમેદવારોને જાહેર કરતા પહેલા રાજકીય પાર્ટી અનેક સમીકરણો પર ધ્યાન આપતી હોય છે. ત્યારે ગુજરાતની બે બેઠકો પર આજે ચર્ચા કરીશું... એક અમદાવાદ પૂર્વની અને બીજી બેઠક મહેસાણા લોકસભા બેઠક...


કઈ પાર્ટીએ કોને આપી છે ટિકીટ?    

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી . 2009થી જ BJPનો ગઢ છે . એક સમયે બોલિવૂડના એક્ટર પરેશ રાવલ 2014માં અહીંથી ચૂંટાયા હતા. કોંગ્રેસે આ વખતે રોહન ગુપ્તાને ટિકિટ આપી પણ પછી તેઓ BJPમાં જોડાઈ ગયા અને હવે અમદાવાદના ભૂતપૂર્વ મેયર હિંમતસિંહ પટેલને ટિકિટ આપી છે . તો સામે BJPએ હસમુખભાઈ પટેલને રિપીટ કર્યા છે. 



કોણ છે અમદાવાદ પૂર્વના નિર્ણાયક મતદાતાઓ? 

આ અમદાવાદ પૂર્વ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ. દહેગામ,ગાંધીનગર દક્ષિણ , વટવા, નિકોલ, નરોડા , ઠક્કરબાપા નગર, બાપુનગર. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJP દ્વારા જીતી લેવાઈ હતી. વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પંચાલ, ઠાકોર, દલિત, હિન્દી ભાષી સમાજના લોકો નિર્ણાયક બને છે.  


મહેસાણા લોકસભા સીટમાં આવે છે આ વિધાનસભા બેઠક 

હવે વાત કરીએ મહેસાણા લોકસભા બેઠકની. આ લોકસભા બેઠક 1984થી BJPનો ગઢ છે. ત્યાં માત્ર બે જ વાર કોંગ્રેસ પાર્ટી જીતી શકી હતી. 1999માં બીજી વાર 2004માં. આ વખતે BJPએ હરિભાઈ પટેલને ટિકિટ આપી છે , જ્યારે સામે કોંગ્રેસ પાર્ટીએ રામજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. આ મહેસાણા લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ. ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મેહસાણા, વિજાપુર, માણસા. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે વિજાપુર સિવાયની તમામ બેઠક જીતી લીધી .માત્ર વિજાપુર સીટ કોંગ્રેસના ખાતામાં ગયી. 


રાજકીય પાર્ટીઓએ આમને બનાવ્યા છે ઉમેદવાર 

વાત કરીએ સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર, દલિત, ઠાકોર મતો નિર્ણાયક બને છે. આ વખતે મેહસાણા લોકસભા પર BJPના ઉમેદવારે પણ જુથવાદનો સામનો કરવો પડ્યો છે. તો આ તરફ કોંગ્રેસના ઉમેદવારે વોટ સાથે નોટ પણ માંગ્યા છે . તો જોઈએ મેહસાણા લોકસભાની જનતા પોતાના કયા દીકરાને સંસદમાં મોકલશે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે