Gujarat Loksabha : જાણો Rajkot અને Navsari લોકસભા બેઠકના સમીકરણોને.. રાજકોટ બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને તો ભાજપે પરષોત્તમ રૂપાલાને આપી છે ટિકીટ


  • Published By :
  • Published Date : 2024-04-16 14:59:19

માત્ર ગણતરીના દિવસો બાદ દેશમાં પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ થઈ જશે.. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે. 26 બેઠકોમાંથી અનેક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. અલગ અલગ લોકસભા બેઠકોના સમીકરણો આપણે જાણ્યા ત્યારે આજે બીજી બે બેઠકોના સમીકરણો જાણીશું... એક બેઠક છે નવસારી લોકસભા બેઠક અને બીજી બેઠક છે રાજકોટ લોકસભા બેઠક....



સી.આર.પાટીલ છે નવસારીના સાંસદ   

નવસારી લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2008માં કરાયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી. નવસારી પરથી 2009થી બીજેપીના સી.આર.પાટીલ જીતતા આવ્યા છે . હાલમાં તેઓ BJPના પ્રદેશ પ્રમુખ છે. 2019માં તો આ બેઠક ૬,૮૯,૦૦૦ ના માર્જીનથી જીતાઈ હતી .આ વખતે કોંગ્રેસ પાર્ટીએ નૈષધ દેસાઈને ટિકિટ આપી છે તો ભાજપે સી.આર.પાટીલને રિપીટ કર્યા છે. 


આ બેઠકમાં આવે છે આ લોકસભા બેઠક 

આ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ આવે છે - નવસારી,લીંબાયત,ઉધના,મજુરા,ચોર્યાસી, જલાલપોર , ગણદેવી આવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં BJPએ તમામ બેઠકો જીતી લીધી હતી. નવસારી લોકસભાના સામાજિક સમીકરણોની તો વાત કરીએ તો આદિવાસી, અનાવિલ બ્રાહ્મણ, કોળી , મુસ્લિમ, વણિક, પાટીદાર સમાજો નિર્ણાયક બને છે.



પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે થઈ રહી છે ચર્ચા 

હાલ ગુજરાતમાં રાજકોટ લોકસભાની ચર્ચાઓ ચાલી રહી છે.. આ લોકસભા બેઠક એટલા માટે ચર્ચામાં છે કારણ કે BJPના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનને લીધે સતત વિવાદમાં છે. સામે કોંગ્રેસ પાર્ટીએ પરેશ ધાનાણીને ટિકીટ આપી છે. આ રાજકોટે  UN ઢેબર, મીનુ મસાની, ઘનશ્યામ ઓઝા, કેશુભાઈ પટેલ જેવા નેતાઓને દિલ્હી મોકલ્યા છે . 


કોંગ્રેસના આ નેતા જીત્યા છે અહીંયાથી ચૂંટણી 

1989થી BJPનો ગઢ છે . માત્ર 2009માં કોંગ્રેસના કુંવરજી બાવળીયા ચૂંટાયા હતા. આ લોકસભામાં આવે છે 7 વિધાનસભાઓ જેમાં ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ , રાજકોટ ગ્રામીણ, જસદણ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં તમામ બેઠકો BJPએ જીતી લીધી હતી . વાત કરીએ ત્યાંના સામાજિક સમીકરણોની તો આ બેઠક પર પાટીદાર , દલિત , ક્ષત્રિય , કોળી , વણિક સમાજ નિર્ણાયક બને છે . તો જોઈએ રાજકોટ લોકસભાના આ પાણીપતના જંગમાં કોણ જીતે છે?  



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.